TVના આ એક્ટરે આ રીતે ઘટાડ્યું પોતાનુ 30 કિલો વજન, હવે દેખાય છે આવા

મુંબઈ: ‘બડે અચ્છે લગતે હૈં’, ‘કસમ સે’ જેવી હિન્દી ટીવી સીટિયલોના જાણીતા અભિનેતા રામ કપૂર ટીવીના પડદા પર અને મોટા રૂપેરી પડદા ઉપર પણ શરીરે જાડિયા જ જોવા મળ્યાં છે પરંતુ એ હવે ઘણાં પાતળા થઈ ગયા છે. એમનું શારીરિક પરિવર્તન ઘણા મેદસ્વી લોકો માટે પ્રેરણા પૂરું પાડી શકે છે.

‘ઉડાન’, ‘હમશકલ્સ’, ‘લવયાત્રી’ જેવી ફિલ્મોમાં પણ ચમકેલા 45 વર્ષીય રામ કપૂરે એમના શરીરનું વજન ઉતારીને સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરો આજકાલ ચર્ચાનો વિષય બની હતી.

અહેવાલો અનુસાર, રામ કપૂરે યોગ્ય માર્ગદર્શન હેઠળ કલાકો સુધી ઉપવાસ પર રહીને 30 કિલો વજન ઘટાડી દીધું છે. એમણે કહ્યું છે કે, પોતાના 45માં જન્મદિવસ બાદ શરીરનું વજન ઘટાડી દેવાનો એમણે દ્રઢનિશ્ચય કર્યો હતો.

એ માટે એમણે કામમાં બ્રેક લીધો હતો. દરરોજ બે કલાક વ્યાયામ કર્યો હતો, આહાર પર અંકુશ રાખ્યો હતો.