આટલું ખરાબ થઈ ગયું ‘કસોટી જીંદગી…’નાં અભિનેતાનું સ્વાસ્થ્ય, ઓળખી પણ નહીં શકો એ નક્કી

કોરોનાને કારણે લોકો હજી પણ ડરેલાં છે. આ વાયરસની અસર હજી ઓછી થઈ નથી. જોકે, લોકોની સુરક્ષાને લઈને સરકાર મહત્વપૂર્ણ પગલા ભરી રહી છે. રોગચાળા વચ્ચે સામાન્ય લોકોની જેમ બોલીવુડ અને ટીવી સેલેબ્સ પણ પોતાના કામ પર પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં સેલેબ્સ સાથે જોડાયેલા ઘણા કિસ્સા, થ્રો બેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, એકતા કપૂરના સૌથી લોકપ્રિય શો કસૌટી જિંદગી કીમાં અનુરાગ બાસુની ભૂમિકા ભજવનારા સીઝેન ખાનના કેટલાક ચોંકાવનારા ફોટા સામે આવ્યા છે, જેને જોઈને તેને ઓળખવો મુશ્કેલ છે. જે ફોટા સામે આવ્યા છે તેમાં સીઝેનના ગાલ બેસી ગયા છે અને તેના વાળ વેરવિખેર જોવા મળી રહ્યા છે. તેના આ ફોટા તેના ફેન પેજ પર વાયરલ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સીઝેન 43 વર્ષના છે અને જો અહેવાલોની વાત માની લેવામાં આવે તો તે જલ્દી જ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેની ગર્લફ્રેન્ડ અમરોહા (યુપી) ની છે. આમ તો તે 2020માં લગ્ન કરવા જઇ રહ્યો હતો પરંતુ કોરોનાને કારણે તેણે પોતાનાં લગ્ન મુલતવી રાખ્યા હતા.

સીઝેને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેની પોતાની દુલ્હન સાથે મુલાકાત એક મિત્ર દ્વારા થઈ હતી. તેને રસોઇ કરવાનું પસંદ છે. તેને પોતાના હાથથી બનેલી બિરયાનીને પસંદ કરે છે.

સ્ક્રીન પર પાછા આવવાની વાત કરતા તેણે કહ્યું કે, તેને બિગ બોસ તરફથી ઓફર મળી હતી, પરંતુ તે શો સાઇન કરવા માટે ઉત્સુક નહોતો. તેઓ કયા પ્રકારનાં શો કરવા માગે છે તે પણ કહ્યું. જો કે, તે એમ પણ કહે છે કે અભિનયમાં ઘણો ગેપ આવી ગયો છે, પરંતુ તેનો તેની આર્થિક સ્થિતી પર કોઈ અસર થઈ નહોતી.

તેમણે કહ્યું- ઘણા લોકોએ વિચાર્યું કે મેં ભારત છોડી દીધું છે, પરંતુ એવું નથી કે હું હંમેશાં અહીં હતો અને નવા પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરતો હતો. પરંતુ હવે મને પહેલા જેટલું મહત્વ આપવામાં આવતું નથી. પરંતુ મને જે પણ ખ્યાતિ મળી, તે મને કસોટી જિંદગી કી તરફથી મળી, આ માટે હું એકતા કપૂરનો આભારી છું.

તેણે એક જૂની મુલાકાતમાં કહ્યું હતું – તે દુબઇમાં મોટાભાગનો સમય વિતાવે છે જ્યાં છ અઠવાડિયા સુધી શૂટિંગ ચાલુ રહે છે. આ સિવાય તે ન્યુ યોર્ક સિટીમાં પોતાના બિઝનેસમાં પણ ધ્યાન આપી રહ્યો છે. જણાવી દઇએ કે કેસોટી જિંદગી કી પછી, સીઝેને પાકિસ્તાની સીરિયલ પિયાકે ઘર જાના હૈમાં કામ કર્યું હતું. આ સિવાય કરણવીર બોહરા, દિપનિતા શર્મા, ઇમરાન અબ્બાસ નકવી પણ તેમાં જોવા મળ્યા હતા. આ સિવાય તે બીજી પાકિસ્તાની સીરિયલ સિલસિલે ચાહત કે માં પણ જોવા મળ્યો હતો.

એકતા કપૂરની સિરીયલ કસોટી જિંદગી કી થી સીઝેન ખાન રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ પહેલા તેણે કલીરે, હસરતે, પલછીનમાં કામ કર્યું હતું. તેનો પરિવાર મૂળરૂપે અફઘાનિસ્તાનનો છે. તેની માતાના સંબંધીઓ કરાચીમાં રહે છે. તેનો ઉછેર મુંબઈમાં થયો છે. તેણે કોલેજમાં મોડેલિંગ શરૂ કર્યુ હતુ.

જણાવી દઈએ કે, કસોટી જીંદગીકીમાં કામ કરતી વખતે તે શ્રેતા તિવારીને ડેટ કરવા લાગ્યો હતો. પરંતુ બંનેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. એક મુલાકાતમાં તેણે કહ્યું- હા, શ્વેતા મારો ભૂતકાળ છે અને હું આગળ વધી ગયો છું. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બધું બન્યું છે, જેના કારણે અમે બંને દૂર થઈ ગયા હતા. શ્વેતા તિવારી મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું કોઈપણ રીતે શ્વેતાની નજીક જવાનો પ્રયાસ કરીશ નહી.