સામાન્ય પગારમાં નોકરી કરતો ‘બાઘા’ આજે જીવે છે આટલી મસ્ત લાઈફ ને કરે છે લાખોમાં કમાણી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં એક બહુ જ જોરદાર પાત્ર છે અને તે પાત્રનું નામ છે બાઘા (Bagha). જે તમામ દર્શકોને મનભરીને હસાવે છે અને પોતાની આવડથી જેઠાલાલને મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે. બાઘાની ઉભા રહેવાની સ્ટાઈલ ચાહકોને બહુ જ પસંદ આવે છે. ઉપરથી તેની સાથે હંમેશા જોવા મળે છે નટુકાકા. બન્નેની જોડી ખુબ કમાલ કરે છે.

ભલે શોમાં બાધા એટલે તન્મય વેકરિયા (Tanmay Vekaria)ની એન્ટ્રી અન્ય બીજા રોલથી થઈ હતી. પરંતુ બાદમાં મેકર્સે તેને એટલે મહત્વનો રોલ આપ્યો હતો કે આજે તે ઘર ઘરે પોતાની ઓળખ બનાવી લીધી છે અને શોના કારણે લાખો રૂપિયાની કમાણી કરે છે.

આ વાત ઘણાં ઓછા લોકો જાણે છે કે તન્મય વેકરિયા પહેલા બેંકમાં નોકરી કરતો હતો ત્યારે માર્કેટિંગ એક્ઝ્યુકેટિવ તરીકે ફરજ બજાવતો હતો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે તેને આ કામ માટે 4 હજાર રૂપિયા મહિને પગાર મળતો હતો. પરંતુ હંમેશા એક્ટિંગમાં રસપ્રદ રહેતો હતો. કારણ કે તેના પિતા અરવિંદ વેકરિયા પણ ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હતા.

આ માટે તેને પણ એક્ટિંગમાં કિસ્મત અજમાવવાનું વિચાર્યું હતું પછી આ ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી. જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં એન્ટ્રી થઈ ત્યારે તે અન્ય રોલમાં જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં મેકર્સે તેને એક મુખ્ય ભૂમિકાની જવાબદારી સોંપી હતી.

શોમાં બાધા એટલે તન્મય વેકરિયા ગડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરે છે જેના માલિક જેઠાલાલ છે. આ ઉપરાંત તે ગોકુલધામ સોસાયટીમાં યોજાનાર દરેક ફંક્શનમાં જોવા મળે છે. તે બાવરી નામની યુવતીને પ્રેમ કરતો હતો જેની સાથે સગાઈ પણ થઈ ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તન્મય વેકરિયાને એક એપિસોડ માટે 22 હજાર રૂપિયા ફી મળે છે. એટલે 4 હજાર રૂપિયા મહિને કમાનાર તન્મય વેકરિયા આજે મહીને લાખો રૂપિયાની કમાણી કરે છે અને આજે સીરિયલનો અહમ હિસ્સો બની ગયો છે.