‘તારક મહેતા..’ની સોનુની પીઠ પાછળ બે જણાં જાહેરમાં કરતા હતા ‘ગંદુકામ’

મુંબઈઃ લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટપુસેના ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. ચાહકોએ આ બાળકોને નાનાથી મોટા થતાં જોયા છે. શોમાં સોનુનું પાત્ર ભજવી ચૂકેલી નિધિ ભાનુશાલી પોતાન અંદાજને કારણે ચાહકોમાં ફેમસ છે. નિધિની તસવીરો અવારનવાર વાઇરલ થતી હોય છે. નિધિ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે પોતાની એડવેન્ચર લાઇફ ચાહકો સાથે શૅર કરતી હોય છે. થોડાં મહિના પહેલાં નિધિની બિકીની તસવીરો વાઇરલ થઈ હતી. જોકે, હાલમાં નિધિની અનસીન તસવીરો વાઇરલ થઈ છે.

ગોલીએ શૅર કરી તસવીરોઃ નિધિના કોસ્ટાર કુશ એટલે કે ગોલી (ડો.હાથીનો દીકરો)એ સો.મીડિયામાં નિધિની તસવીરો શૅર કરી હતી. ગોલીએ ટોટલ 8 તસવીરો શૅર કરી હતી. આ તમામ તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરો ત્રણ વર્ષ જૂની છે. જોકે, ત્રણ નંબરની તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરમાં નિધિ પોઝ આપે છે. જોકે, લોકોનું ધ્યાન નિધિની પાછળ કંઈક બની રહ્યું છે, તેના પર છે.

બેકગ્રાઉન્ડ પર તમામનું ધ્યાન ગયુંઃ નિધિ ભાનુશાલીની આ તસવીરના બેકગ્રાઉન્ડમાં બધાનું ધ્યાન છે. આ તસવીરના બેકગ્રાઉન્ડમાં બે લોકો એકબીજાને ગળે મળેલા છે. આ તસવીર બાદ અનેક યુઝર્સે એમ કહ્યું હતું કે પાછળ બેઠલાં બે લોકો એકબીજાને કિસ કરે છે. તમામ પૂછે પણ છે કે આ તસવીરની પાછળ થઈ શું રહ્યું છે. માત્ર યુઝર્સ નહીં, પરંતુ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડાની પત્ની પ્રિયાએ પણ આ જ સવાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિયાએ સીરિયલમાં રીટા રિપોર્ટનો રોલ પ્લે કર્યો છે.

નિધિના બર્થડે પર પોસ્ટ શૅર કરીઃ નિધિના જન્મદિવસ પર કુશે આ તસવીરો શૅર કરી હતી. તેણે તસવીરો શૅર કરીને કહ્યું હતું કે નિધિની અનસીન તસવીરો. હેપ્પી બર્થડે. પ્રિયા આહુજાએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે ત્રીજી તસવીરમાં આખરે પેલા લોકો કોણ છે. આ તસવીર અંગે કોઈ ચોખવટ થઈ નથી. જોકે, નિધિ આ બાબતથી અજાણ રહીને ફોટો પડાવવામાં વ્યસ્ત છે.

બિકીની વીડિયો વાઇરલ થયો હતોઃ થોડાં મહિના પહેલાં નિધિનો બિકીની વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં નિધિ જંગલની વચોવચ આવેલા તળાવમાં ન્હાતી જોવા મળી હતી. હાલમાં નિધિ ભાનુશાલી એડવેન્ચર ટ્રિપ પર નીકળી છે.

હવે શોમાં કામ કરતી નથીઃ નિધિ ભાનુશાલી હવે શોમાં કામ કરતી નથી. તે શોમાં આત્મરામ ભીડેની દીકરી સોનનું પાત્ર ભજવતી હતી. હવે આ પાત્ર પલક સિધવાણી ભજવે છે. નિધિ પહેલાં આ પાત્ર ઝીલ મહેતા ભજવતી હતી.