‘ઈશ્કબાઝ’ અભિનેત્રી બેચલર પાર્ટીમાં મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી તો લોકોએ શું કર્યાં હાલ?

મુંબઈ : ટીવી શો ઈશ્કબાજમાં જોવા મળેલી અભિનેત્રી નીતિ ટેલર જલ્દી જ લગ્ન કરવાની છે. તે પોતાના બાળપણના મિત્ર અને બૉયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલા નીતિએ ફ્રેન્ડ્સ સાથે બેચરલ પાર્ટી અને બ્રાઈડલ શાવરની મજા માણી. જેના ફોટોસ તેણે શેર કર્યા છે. નીતિને પાર્ટી એન્જોય કરતી જોઈ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે.

નીતિને પાર્ટી કરતી જોઈ એક યૂઝરે કમેન્ટ કરી કે- હવે ક્યાં છે સોશિયલ ડિસ્ટન્સ. એક યૂઝરે લખ્યું કે- દેશમાં કોરોનાને લઈને લૉકડાઉન છે અને આમને પાર્ટી કરવાનો શોખ છે. આ જ રીતે અન્ય લોકોએ પણ તેને લતાડ લગાવી.

નીતિ ટેલરે પોતાના ખાસ મિત્રો સાથે બેચલર્સ પાર્ટી એન્જોય કરી. જો કે, આ દરમિયાન અહીં વધારે લોકો નહોતા અને માત્ર 4 મિત્રો વચ્ચે નીતિએ મસ્તીભર્યા પળ વિતાવ્યા.

ખાસ વાત એ છે કે લૉકડાઉનના કારણે અભિનેત્રીએ પોતાના ઘરે જ બ્રાઈડલ શાવરનો આનંદ માણ્યો.

ફ્રેન્ડ્સ સાથે ખૂબ જ ખુશ આવી નીતિ ટેલર. નીતિ ટેલર લગ્ન ક્યારે કરશે, તે વાત સામે નથી આવી.

ફ્રેન્ડ્સ સાથે ગપ્પા મારતી નીતિ ટેલર.