‘તારક મહેતા’માં દયાભાભી નહીં ફરે પાછી તો આ સ્ટાર્સ પણ ક્યારેય નહીં જોવા મળે એ નક્કી

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સૌથી પોપ્યુલર ટીવી સિરિયલ છે. આ સિરિયલના સ્ટાર્સ પણ ખૂબ જ ફૅમસ થઈ ગયા છે અને લોકો તેમના સાચા નામ કરતાં તેમના કેરેક્ટરના નામથી વધુ ઓળખે છે. જેઠાલાલ, બાપુજી, દયાબેન, મિસ્ટર અને મિસિસ સોઢી, બબીતા જી અને ટપ્પૂ અને તેની સેના સહિત ભાગ્યે જ એવું કોઈ કેરેક્ટર હશે, જેણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું ના હોય. બાઘાથી બાબરી અને રીટા રિપોર્ટર સુધીના દરેક ફૅન્સે પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. ઘણાં લોકોએ આ સિરિયલમાં એકથી વધુ કેરેક્ટર પણ પ્લે કર્યાં છે, પણ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના કેરેક્ટરને જીવંત કર્યું અને તે હવે આ સિરિયલનો ભાગ નથી. આ સ્ટાર્સને ફૅન્સ ખૂબ જ મિસ કરી રહ્યાં છે. કદાચ તેમની ખોટ પૂરી થઈ શકશે નહીં. દયાબેનનો રોલ પ્લે કરનારી દિશા વાકાણીને અત્યારે તેમના ફૅન્સ ખૂબ જ મિસ કરી રહ્યાં છે. આ ઉપરાંત એવાં ઘણાં સ્ટાર્સ છે જે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ પરિવારનો ભાગ હતાં અને હવે તેઓ આ સિરિયલ છોડી ચૂક્યાં છે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ઘણાં એવાં સ્ટાર્સ છે, જે 12 વર્ષથી સિરિયલ સાથે જોડાયેલા છે. કેટલાક એવા સ્ટાર્સ છે, જે સિરિયલ છોડીને જતાં રહ્યાં છે, જે પછી બીજા સ્ટાર્સને તેમની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવ્યાં છે. હાલમાં સિરિયલમાં અંજલિ મહેતાનો રોલ પ્લે કરનારી નેહા મહેતાએ સિરિયલ છોડી દીધી છે. તેમની જગ્યાએ તરત જ સુનૈના ફૌઝદારને લેવામાં આવી છે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલની શરૂઆતથી જ ભવ્ય ગાંધી ટપ્પૂના રોલમાં જોવામાં મળ્યો હતો. 8 વર્ષ સુધી ભવ્યએ આ સિરિયલ દ્વારા લોકોને ખૂબ જ હસાવ્યાં હતાં. આ પછી તેણે સિરિયલને અલવિદા કહી દીધું હતું. એક ઇન્ટરવ્યૂમાં ભવ્યએ સિરિયલ છોડવાનું કારણ જણાવ્યું હતું કે, તેને દરેક એપિસોડમાં ઓછો દેખાડવામાં આવતો હતો.’

સિરિયલની શરૂઆતમાં આત્મારામ ભિડેની દીકરી સોનૂનો રોલ પ્લે કરનારી ઝીલ મહેતાની એક્ટિંગ દર્શકોને પસંદ હતી. ઝીલ 9 વર્ષની ઉંમરમાં જ સિરિયલ સાથે જોડાઈ હતી અને 14 વર્ષની ઉંમરે તે સિરિયલમાં રહી નહોતી. સિરિયલમાં ઝીલનો રોલ થોડો નટખટ પણ હોંશિયાર સ્ટૂડન્ટનો હતો. તે રિયલમાં પણ હોંશિયાર છે.

સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનારી દિશા વકાણીએ તેમના કેરેક્ટરમાં જીવ રેડી દીધો હતો. દિશા વકાણીએ સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર 2017માં તેમણે દીકરીને જન્મ આપ્યો હતો પણ અત્યાર સુધી તેમણે સિરિયલમાં વાપસી કરી નથી. આજે પણ દર્શકો તેમની વાપસીની રાહ જોઈ રહ્યાં છે. દર્શકો સાથે મેકર્સ પણ આ કેરેક્ટરમાં પણ કોઈ બીજાને લેવા માટે તૈયાર નથી, પણ હવે એવી ચર્ચા છે કે દિશા વકાણી સિરિયલમાં પાછા ફરવાના મૂડમાં નથી.

ડૉક્ટર હંસરાજ હાથીનો રોલ પ્લે કરનાર કવિ કુમાર આઝાદને કોણ ભૂલી શકે છે. 8 વર્ષથી સિરિયલમાં કામ કરી રહ્યાં હતાં. 9 જુલાઇ 2018માં હાર્ટ એટેકથી તેમનું નિધન થઈ ગયું. આ પછી તેમનો રોલ નિર્મલ સોની પ્લે કરી રહ્યાં છે.

ઝીલ પછી નિધિ ભાનુશાળીએ સોનૂનો રોલ પ્લે કર્યો હતો. નિધિના પર્ફોર્મન્સે દર્શકોનું દિલ જીતી લીધું હતું. નિધિએ વર્ષ 2019માં તેના હાયર સ્ટડી માટે સિરિયલ છોડી દીધી હતી. નિધિની જગ્યાએ હવે પલક સિધવાની સોનૂનો રોલ પ્લે કરી રહી છે.

મિસ્ટર રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનારા ગુરુચરણ સિંહે પણ તેમના પર્સનલ કારણને લીધે સિરિયલને અલવિદા કહી દીધું છે. તેમની જગ્યાએ મેકર્સે બલવિંદર સિંહને રોલ આપ્યો છે.

સિરિયલમાં બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનો રોલ પ્લે કરનારી મોનિકા ભદોરિયાએ પણ અચાનક સિરિયલ છોડી દીધી છે. તેમણે 6 વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું છે. આજે પણ મોનિકાને બાવરીના રોલમાં યાદ કરવામાં આવે છે.

સિરિયલમાં રિટા રિપોર્ટરનો રોલ પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. પહેલાં આ રોલ પ્રિયા આહૂજએ પ્લે કર્યો હતો. પ્રિયાની જગ્યા મિહિકા વર્માએ લીધી છે આ પછી તેમણે અચાનક સિરિયલ છોડી દીધી હતી.