મુસ્લિમ શખ્સે ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડ સાથે મંદિરમાં કર્યાં હતાં લગ્ન, આવો હતો માહોલ

વેલેન્ટાઇન ડે પર મધ્યપ્રદેશમાં પ્રેમનું એક અલગ જ ઉદાહરણ જોવા મળ્યુ હતું. જ્યાં એક મુસ્લિમ યુવકે તેની ટ્રાંસજેન્ડર ગર્લફ્રેન્ડ સાથે મંદિરમાં લગ્ન કર્યાં. જોકે યુવકના આ લગ્નથી તેનો પરિવાર નારાજ હતો, પરંતુ જે તે સમયે વરરાજાનું કહેવું હતું કે, જલ્દીથી તેઓની મનાવી લેશે. કન્યા અંગે વરરાજાએ કહ્યું હતું કે, “હું તેને ખૂબ જ ચાહું છું અને તેને હંમેશ માટે ખુશ રાખીશ. વર્ષ 2019ના આ અનોખા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે તમારી સુધી પહોંચી રહ્યાં છીએ.

ઇંદોર મંદિરમાં કર્યા હતાં લગ્ન:
મધ્યપ્રદેશનાં ઈંદોરમાં વેલેન્ટાઈન ડેનાં દિવસે જુનૈદ ખાને તેની ટ્રાંસજેન્ડર પ્રેમિકા જયા પરમાર સાથે લગ્ન કર્યા હતા.આ પ્રસંગે જુનૈદે કહ્યું હતું કે – હું ઈચ્છું છું કે મારો પરિવાર મને અપનાવી લે, પરંતુ જો તેઓ મને નહી અપનાવે તો પણ હું જયાને સાથ આપીશ. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને હંમેશા તેને ખુશ રાખીશ.

દુલ્હને શું કહ્યું હતું?
જુનૈદની ટ્રાંસજેન્ડર પત્ની જયાસિંહ પરમારે કહ્યું હતું કે, ટ્રાંસજેન્ડર માટે લગ્ન કરવા એ એક મોટો પડકાર હતો. તે સમાજ માટે સામાન્ય નથી. જુનૈદનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો છતાં પણ જુનૈદે મને પસંદ કરી. મને આશા હતી કે તેઓ જલ્દી જ મને અપનાવી લેશે અને એક દિવસ હું મારા સાસુ-સસરાની સેવા કરી શકીશ.

કોણ છે ટ્રાન્સજેન્ડર જયા સિંહ પરમાર:
જણાવી દઈએકે જયા એક સામાજિક કાર્યકર તરીકે કામ કરે છે. જયા બદલાવ સમિતિ નામની એક એનજીઓમાં એક સામાજિક કાર્યકર તરીકે સંકળાયેલ છે.


એલજીબીટી સમુદાયના હિતમાં કાર્યરત સંગઠનના મીડિયા પ્રભારી રોહિત ગુપ્તાએ મીડિયાને કહ્યું- અગાઉ જયા કિન્નરોની સ્થાનિક શિબિર સાથે સંકળાયેલી હતી અને નેગ માંગતી હતી. પરંતુ હવે તેણે ડેરો છોડી દીધો હતો અને પોતાનો રોજગાર શરૂ કરવા માંગતો હતો.