શિક્ષકે કોલેજ પાસ યુવતી સાથે કર્યા લગ્ન, મળ્યું લાખોનું કરિયાર, લોકો કરી રહ્યા છે વખાણ

જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં એક એવો અનોખો લગ્નપ્રસંગ યોજાયો, જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જૂનાગઢમાં એક શિક્ષકે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ કોઈ સામાન્ય લગ્ન નથી. શિક્ષકની ઉંચાઈ ત્રણ ફૂટની છે, જ્યારે યુવતીની ઉંચાઈ સાડા પાંચ ફૂટની છે અને તે દિવ્યાંગ છે.

જૂનાગઢમાં વામન અને વિરાટના યોજાયેલા આ અનોખા લગ્નની લોકોમુખે ખૂબ ચર્ચા થઈ રહી છે. બીએડનો અભ્યાસ કરતી શાંતાબેન મકવાણા નામની પ્રજ્ઞાચક્ષુ કન્યા અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ડાંગર લગ્નગ્રંથીથી જોડાયા હતા.

જૂનાગઢમાં સેવાભાવી સંસ્થાના પ્રયાસથી આ લગ્ન સમારંભ યોજાયો હતો. કન્યા શાંતાબેન મકવાણાની ઉંચાઈ પાંચ ફૂટની છે, જ્યારે વરરાજા રમેશભાઈ ડાંગરની ઉંચાઈ ત્રણ ફુટની છે.

જુનાગઢમાં સેવાભાવી સંસ્થા સત્યમ સેવા મંડળે આ લગ્નમાં સહયોગ આપ્યો હતો. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 1800થી વધુ લગ્ન કરાવી કન્યાઓને કરિયાવર આપ્યો છે.

29 વર્ષીય કન્યા શાંતાબેન મકવાણા મેંદરણા તાલુકાના રાજેસર ગામના વતની છે. હાલ તેઓ બીએડનો અભ્યાસ કરી રહ્યા છે.વરરાજા રમેશભાઈ ડાંગર જામનગરના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના રહેવાશી છે. તેઓ હાલ સડોદરની શાળામાં શિક્ષકની નોકરી કરે છે.

રમેશભાઈ ડાંગરને શિક્ષકની નોકરીમાંથી 47 હજારનો પગાર મળે છે. વર અને કન્યા બંને પર કોઈ જાતનું દબાણ કરવામમાં આવ્યું નહોતું. બંને પોતાની સહમતિથી લગ્નગ્રંથીથી જોડાયા હતા.

સેવાભાવી સંસ્થા સત્મ સેવા મંડળે વિવિધ સંસ્થાઓના સહયોગથી કન્યાને અંદાજે એક લાખ રૂપિયાનુ ઘરવખરી કરિયાવર તરીકે આપી હતી. લોકોએ નવદંપતીને સુખી લગ્નજીવનના આશીર્વાદ પણ આપ્યા હતા.