કિન્નર અને યુવક લગ્નના બંધને બંધાયા, સાથે જીવવા-મરવાની ખાધી હતી કસમ

કહેવાય છે પ્રેમ જાતિ-ધર્મ અને મજહબ, અને ત્યાં સુધી કે જેંડર પણ જોતો નથી. પ્રેમ તો બસ થઈ જાય છે. જ્યારે પ્રેમ પરવાન ચડે છે. તો પછી બંને પ્રેમિઓને પરિવારની ચિંતા નથી હોતી ન તો સમાજની, તેઓ તો કંઈક પણ કરી દેવા માટે તૈયાર હોય છે. કંઈક એવું જ ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં જોવા મળ્યુ છે. જ્યાં કિન્નર સમાજ સાથે સંબંધ રાખનારી અંજલિએ શિવકુમાર વર્મા સાથે પ્રેમ વિવાહ કરી લીધા છે.

વાસ્તવમાં, કિન્નર અંજલિને પ્રતાપગઢમાં રહેતાં શિવકુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ દરમ્યાન બંને પરિવારનાં લોકોની હાજરીમાં રામનગરીનાં નંદીગ્રામ ભરતકુંડમાં સાત ફેરા લીધા અને અગ્નિને સાક્ષી માનીને સાથે જીવવા મરવાનાં કોલ આપીને દાંમ્પત્ય જીવનમાં બંધાઈ ગયા હતા.

તો દુલ્હા બનેલાં પ્રતાપગઢનાં શિવકુમાર વર્મા અને અંજલિનાં પ્રેમ વિવાહનાં ઉત્સવમાં સાક્ષી બનેલાં ડઝનો વરઘોડિયાઓએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

વૈદિક મંત્રોની વચ્ચે અંજલિ અને શિવકુમારે એકબીજાની સાથે જીવવા મરવાની કસમો ખાધી.

શ્રીરામનાં અનુજ ભરતની તપોસ્થલી પર થયેલાં આ વિવાહ બાદ બંનેએ જણાવ્યુકે, અમે એકબીજા વિના જીવી શકતા નથી, એટલે અમે પ્રેમ-વિવાહ કર્યા.