સેનાના જવાનને મળતા જ પરિણીતી યુવતીને થયો પ્રેમ, પતિને આપ્યા ડિવોર્સ ને પછી…

એક પરિણીત મહિલાના પ્રેમ સંબંધોની વિચિત્ર ઘટના સામે આવી છે. આ મહિલાને સેનાના એક જવાન સાથે પ્રેમ થયો હતો. જેના કારણે મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપી સેનાના જવાન સાથે લગ્ન કરી લીધા હતા. ખાસ વાત એ છે કે, સેનાનો જવાન પણ અગાઉથી પરિણીત હતો. પરંતુ છતાં તેણે બીજા લગ્ન કર્યા અને એક દીકરીનો બાપ બન્યો. લગ્નના 1 વર્ષ બાદ સેનાના જવાને બીજી પત્નીને સાથે રાખવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઘટના છપરાના તરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ડુમરી છપિયા ગામની છે. ડુમરી છપિયાંનો સુનીલ પ્રસાદ મહતો સેનામાં છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જીલ્લાના શુક્લાગંજ ગામની એશ્વર્યા મિશ્રાએ દાવો કર્યો છે કે, સુનીલ પ્રસાદ મહતો તેનો પતિ છે અને પોતાની સંપૂર્ણ કહાણી તેણે પોલીસને જણાવી હતી. એશ્વર્યાએ જણાવ્યું કે, સુનીલ સાથે તેની પ્રથમ મુલાકાત કાનપુરના આર્મી કેન્ટિનમાં થઈ હતી. અહીં બંનેની એકબીજા સાથે ઓળખ થયા બાદ વાતચીત શરૂ થઈ અને આગળ જતા તે પ્રેમમાં પરિણમી હતી. જે પછી 16 ફેબ્રુઆરી 2019 ના કાનપુરના એક મંદિરમાં તેમણે લગ્ન કરી લીધા હતા.

એશ્વર્યા પરિણીત હોવાથી તેણે પોતાના પતિને છૂટાછેડા આપી દીધા. તેનો પ્રથમ પતિ એક ખાનગી ઓફિસમાં કામ કરતો હતો. છૂટાછેડા થયા બાદ સુનીલ અને એશ્વર્યા સાથે રહેવા લાગ્યા. એશ્વર્યાનું ઘર કાનપુરમાં હતું અને આર્મી બેઝ પણ ત્યાં હતો તેથી બંનેના મળવા અને હરવા-ફરવામાં કોઈ મુશ્કેલી આવી નહોતી.

આ દરમિયાન એશ્વર્યાએ એક દીકરીને જન્મ આપ્યો, જે હવે 2 વર્ષની છે. 12 જૂને સુનીલે એશ્વર્યાને જણાવ્યું કે, ‘હું પહેલાથી પરણિતી છું, મારી એક પત્ની છે. તુ મને મારી દીકરી આપી દે. હવે તેની માતા મારી પ્રથમ પત્ની માલા બની જશે અને તુ બીજા લગ્ન કરી લેજે.’

એશ્વર્યાએ સુનીલની વાત ના માની તો 13 જૂને પોતાની સાથે લઈ જતા સમયે સુનીલ એશ્વર્યાને ચંદીગઢ પ્લેટફોર્મ પર જ છોડી ભાગી ગયો હતો. એશ્વર્યા 15 જુલાઈએ ડુમરી છપિયા પહોંચી હતી. જોકે સુનીલે તેને ઘરમાં ઘુસવા દીધી નહીં, હવે એશ્વર્યા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. એશ્વર્યાએ જણાવ્યું કે, સુનીલના પરિવારજનો ક્યારેક ગરમ તો ક્યારેક ઠંડુ પાણી તેના શરીર પર નાંખી તેને હેરાન કરી રહ્યાં છે અને તેની સાથે મારામારી પણ કરવામા આવી રહી છે.

સુનીલ મહતોની પ્રથમ પત્ની માલા મહતોએ જણાવ્યું કે, તેના સુનીલ સાથે 2013માં લગ્ન થયા હતા. ત્યારથી તે પોતાના પતિ સાથે જ રહી છે. તેમની એક 4 વર્ષની દીકરી છે. તે લગભગ 1.5 વર્ષથી સાસુ-સસરા સાથે ગામમાં રહે છે. એશ્વર્યાને કારણે જ 2018માં તેના અને સુનીલ વચ્ચે વિવાદ થયો હતો. માલાએ કહ્યું કે,‘એશ્વર્યા પહેલા મારા પતિને બ્લેકમેલ કરતી હતી અને હવે મારા ઘરે આવી પતિ પર દાવો કરી રહી છે. અમારી સાથે મારામારી પર ઉતરી આવે છે. મને ધક્કો મારી ઈજાગ્રસ્ત કરી હતી. મે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.’