ખેડૂત ખેતી કરવા માટે ખોદી રહ્યો હતો જમીન અને અચાનક જ થયું એવું કે…

અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢમાં જમીન ખોદતા સમયે ખેડૂતને અમૂલ્ય ખજાનો મળ્યો હતો. આ ખેડૂતો પોતાના જ ઘરની સામે પોતાની જમીન ખોદી રહ્યો હતો. ત્યારે જ તેને એક ઘડામાંથી ખજાનો મળ્યો. હાલ તેણે તેની સૂચના પોલીસને આપી છે. પોલીસે 21 સિક્કા કબજે કર્યા છે જ્યારે અન્ય સિક્કાઓની તપાસ કરવામાં આવી રહી છે.

મામલો અલીગઢના લોધા વિસ્તારના ડિગસી ગામનો છે. અહીં રહેતા ખેડૂત નેપાલ સિંહે પોતાના ઘર પાસે આવેલી પોતાની જમીન ખોદી રહ્યો હતો. આ દરમિયાન તેનો પાવડો એક કળશ સાથે અથડાયો, જેનાથી કળશ તૂટી ગયો અને તેમાં રાખેલા ચાંદીના સિક્કાઓ જમીન પર વિખેરાઈ ગયા. તેની સૂચના જ્યારે આસપાસના લોકોને મળી તો સિક્કાઓ માટે લૂંટ મચી ગઈ. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસ આવતા જ બદલ્યું નિવેદનઃ પોલીસ આવતા જ નેપાલ સિંહે પોતાનું નિવેદન બદલી નાખ્યું. તેણે પોલીસને કહ્યું કે, આ તેની પૈતૃક જમીન છે. આ ચાંદીના સિક્કાઓ તેમના પૂર્વજોએ જ દાટ્યા હતા. તેમણે જણાવ્યું કે ખોદતા સમયે મળેલા સિક્કા આસપાસના લોકો લઈને જતા રહ્યા છે. પોલીસે શોધખોળ શરૂ કરી તો, નેપાળ સિંહ પાસેથી 2 સિક્કા, 14 સિક્કા તેના ઘરમાંથી, 4 સિક્કા પાડોશમાંથી અને એક સિક્કો અન્ય વ્યક્તિ પાસેથી મળ્યો. હાલ 21 સિક્કા મળ્યા છે.

જ્યોર્જ પંચમના સમયના છે સિક્કાઓઃ આ વિશે એએમયૂના ઈતિહાસ વિભાગના ચેરમેન પ્રો. નદીમ રિઝવીએ જણાવ્યું કે આ ચાંદીના સિક્કા ભારતમાં શાસક રહેલા જ્યોર્જ પંચમના સમયના છે. તેઓ 1911 થી 1936 સુધી ભારતમાં રહ્યા હતા. વર્ષ 1919 થી 1923 સુધી તેમણે પોતાની તસવીરો વાળા સિક્કા બહાર પડાવ્યા હતા. આ અસલી ચાંદીના સિક્કા છે.