યુવકે દાંતથી પરિણીતાનું નામ કાપી લીધું, મહિલાએ ભાવુક પોસ્ટ લખી જીવન ટૂંકાવ્યું

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. યુવક અને તેના પરિવારે એક મહિલાને ઢોર મારી નાક કાપી નાખ્યું હતું. આ અંગે મહિલાએ સીએમને ન્યાય અપાવવા માટે ફેસબૂક પર ભાવુક પોસ્ટ લખી હતી. અંતે નાક કપાવવાનું લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ઘટના સામે આવતાં જ સનસનાટી મચી ગઈ છે.

આ શોકિંગ બનાવ ઉત્તરપ્રદેશમાં સામે આવ્યો છે. હરદોઈ જિલ્લાના માઘૌગંજમાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. રોલી ગુપ્તા નામની મહિલાએ રવિવારે રાત્રે ઘરમાં સાડીનો ફાંસો બનાવીને મોતને વ્હાલ કર્યું હતું. મૃતક રોની ગુપ્તાના પતિએ જણાવ્યું હતું કે લવી ત્રિવેદી નામના યુવકના ત્રાસથી તેની પત્નીએ આ પગલું ભર્યું છે. લવી ત્રિવેદના ત્રાસથી પત્ની અને બાળકો સાથે અમે બીજા એરિયામાં રહેવા જતાં રહ્યા હતા.

મૃતક મહિલાના પતિએ વધુમાં જણાવ્યું હતું કે શનિવારે જ્યારે તે પોતાની દુકાન પર હતો ત્યારે લવી ત્રિવેદી નામનો યુવાન અને તેના પરિવારજનો મારા ઘરમાં ઘુસ્યા હતા. અને મારી પત્ની રોની ગુપ્તા અને બાળકો સાથે મારપીટ કરી હતી. ત્યાર બાદ લવી ત્રિવેદીએ મારી પત્નીનું નાક કાપી લીધું હતું. આ અંગે જાણકારી મળતાં હુ ઘરે ગયો હતો. બાદમાં અમે પોલીસમાં આખી ઘટના વિશે જાણકારી આપી હતી. જોકે પોલીસે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નહોતી.

રોલીએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હું રોલી ગુપ્તા ઉર્ફે પ્રાચી પત્ની મનોજ કુમાર ગુપ્તા નિવેદન નોંધાવું છું. યુપી સરકાર અને માનનીય આદિત્યનાથ યોગીને હાથ જોડીન વિનમ્ર નિવેદન છે કે મારી સાથે ન્યાય કરવામાં આવે. 4 સપ્ટેમ્બર દિવસ શનિવારે સાંજે 7 વાગ્યે લવી ત્રિવેદી પોતાના પરિવાર સાથે મારા ઘરમાં ઘસી આવ્યો. લવી અને તેના પિતાએ મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. જ્યારે મેં વિરોધ ક્યો તો તેમણે બેલ્ટ અને લાતો ખૂબ જ મારી. આ સિવાય લવીએ મારા નાકમાં પણ બચકુ ભર્યું, તેનાથી હું લોહીલુહાણ થઈ ગઈ.

રોલીએ લખ્યું આ સિવાય પિતા પુત્તી ત્રિવેદીએ ડંડાથી માર માર્યો. આ ઉપરાંત તેની માતા મીરા દેવીએ પણ વાળ પકડીને ખૂબ માર માર્યો. આ લોકોએ મારા ગળાનું લોકેટ, કાનની બૂંટી, બે મોબાઈલ અને 90 હજાર રૂપિયા પણ લૂટી લીધા. જતા પહેલા આ લોકોએ મને અને મારા બાળકોને રૂમમાં બંધ કરી દીધા. સાથે જ તેમણ મને ધમકી આપી હતી કે મારી વિરુદ્ધ કઈ પણ કરાવ્યું તો આખા પરિવારને ગોળી મારી દઈશ.

જ્યારે મારા પતિ બહારથી આવ્યા તો મેં બધુ જણાવ્યું. તે પછી અમે બધા પોલસ સ્ટેશન ગયા હતા. મારી સાથે પહેલા પણ આવું બની ચૂક્યું છે. તેની એફઆઈઆર પણ મેં લખાવી હતી. જોકે હલ કઈ જ નીકળ્યો નહોતો. જો મને કે મારા પરિવારને કઈ થયું તો તેની જવાબદારી માત્ર અને માત્ર સરકારની હશે. પ્લીઝ હેલ્પ મી સર, મારી સાથે ન્યાય કરો. મારુ જે કઈ પણ થયું છે તેની ભરપાઈ કરો. મારા પ્રિય ભાઈઓ-બહેનો, જેને પણ મારી પોસ્ટ મળે, પ્લીઝ તેને વધુમાં વધુ શેર કરો. અપરાધીઓને સજા મળવી જોઈએ.