લગ્નમાં કારમાં ડાન્સ કરતી હતી દુલ્હન અને અચાનક જ પૂરપાટે આવી કાર અને પછી….

મુઝફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. દુલ્હન પોતાના લગ્નની ખુશીમાં રૂફ કારમાં ઊભી રહીને ડાન્સ કરતી હતી. આ કાર રસ્તાની વચોવચ ચાલતી હતી. આસપાસથી બીજી કાર જતી હતી.

સિંચાઈ વિભાગના કર્મચારી અંશુલની જાન સિખેડા પોલીસ સ્ટેશનની હદના ગામ બહાદરપુરથી શેરનગર ગામમાં ગઈ હતી. દુલ્હન કારના સનરૂફમાં ઊભી રહીને જાનૈયાઓ સાથે ડાન્સ કરતી હતી.

જાનૈયાઓ ડાન્સ કરતાં કરતાં આગળ ચાલતા હતા, કેટલાંક લોકો વીડિયો પણ બનાવી રહ્યા હતા. જોકે, જાનૈયા રસ્તા પર જ ડાન્સ કરતાં હતા. અચાનક જ સામેથી એક કાર આવી હતી અને જાનૈયાઓ પર ફરી વળી હતી, જેમાં બહાદરપુર ગામના પ્રમોદ નામની વ્યક્તિનું મોત થયું હતું અને 12 જાનૈયા ઘાયલ થયા હતા. મુઝફ્ફરનગરના નવી મંડી પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો.

માહિતી મળ્યા બાદ તરત જ પોલીસ આવી ગઈ હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘટના બન્યા બાદ કારચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો. લગ્ન પણ રંગેચંગે થવાને બદલે દુઃખના માહોલમાં સંપન્ન થયા હતા.