સુહાગરાત મનાવે તે પહેલાં જ આ દુલ્હન બતાવતી પોતાનું કારનામુ, આ વખતે પકડાઈ ગઈ!

ઉત્તરપ્રદેશની એક લુટેરી દુલ્હનને તેની સાથી સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેના સાથી પહેલાં લગ્ન કરવા માટે યુવતીને શોધ કરતાં પરિવારને શોધે છે. પછી લગ્ન કરાવે છે. લગ્ન બાદ તક મળતા જ લુટેરી દુલ્હન પરિવારને નશાયુક્ત ભોજન કરાવીને ભાગી જાય છે. પછી પોતાના સાથીઓની સાથે ઘરેણા તથા રોકડ રકમ લઈ ફરાર થઈ જાય છે. પોલીસે દુલ્હન સહિત 5 લોકોની ધરપકડ કરી હતી.

પડોશમાં રહેતા લોકોએ લગ્ન કરાવ્યાઃ શાહજહાંપુર જિલ્લાના બંડા ક્ષેત્રના પોકપુર ગામમાં રામસિંહ રહે છે. તેના પડોશમાં રહેતા કેટલાંક લોકોના કહેવા પર27 ઓગસ્ટના રોજ રાગિણી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

રામસિંહ દુલ્હનને ઘરે લાવ્યો હતો. રાત્રે રાગિણીએ પરિવારને બેભાન કરી દીધા છે. પછી તે જ્વેલરી તથા રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. હોશ આવ્યા બાદ રામસિંહે પોલીસને જાણ કરી હતી. પોલીસે પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

બસ સ્ટેન્ડ પર ધરપકડઃ પોલીસે ખબરીની માહિતી મળતા જ બસ સ્ટેન્ડની આસપાસ લુટેરી દુલ્હનની સાથે ભરત શાહ, પિંટુ, ખટ્ટર ઈસ્લામ તથા હરિદ્વારીની ધરપકડ કરી હતી. રામસિંહના ઘરેથી લૂટેલી જ્વેલરી તથા 50 હજાર રૂપિયા મળી આવ્યા હતા.

લગ્ન ઈચ્છુકોને ભોગ બનાવતાઃ પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી કે ત્રણ સભ્યો લગ્ન કરવા માટે ઈચ્છુક લોકોને શોધ છે. ત્યારબાદ તેઓ તેમને યુવતી શોધી આપવાની લાલચ આરે છે.

જ્યારે પેલો ફસાઈ જાય ત્યારે બિહારથી રાગિણી તથા અન્ય સભ્યોને બોલાવીને સંપર્ક કરાવવામાં આવે છે. લગ્ન ઝડપથી નક્કી કરી દેવામાં આવે છે. રાત્રે તક મળતા જ પરિવારને બેભાન કરીને રાગિણી પૈસા ને જ્વેલરી લઈને ભાગી જતી હતી.

પોલીસે શું કહ્યુંઃ એસપી એસ આનંદે કહ્યું હતું કે લગ્ન બાદ યુવતી ઘરના તમામ ઘરેણા લઈને ફરાર થઈ જતી હતી.