20 દિવસ પહેલા જ કર્યા હતા લગ્ન, ગુજરાતી બિઝનેસમેનની પુત્રવધુનું બીએમડબલ્યુમાં મોત

વર્ષનો છેલ્લો ગુજરાતના એક બિઝનેસમેન પરિવાર માટે કાળ બનીને ત્રાટક્યો હતો. એક ભયાનક અકસ્માતમાં બિઝનેસમેનના પુત્રવધૂનું કરુમ મોત નિપજ્યું હતું. ટ્રક સાથે અથડાતા બીએમડબલ્યુ કારનું પડીકું વળી ગયું હતું. સીટ બેલ્ટ બાંધેલો ન હોવાથી બીએમડબલ્યુની એરબેગ ખૂલીન હોતી. મૃતક નવવધૂના 20 દિવસ પહેલા જ લગ્ન થયા હતા.આ કરુણ ઘટનાથી પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

પ્રાપ્ત વિગત મુજબ વડોદરા ઓલ્ડ પાદરા રોડ પર રહેતા ઉદ્યોગપતિ ઉર્મીલ નલીનકાંત શાહ મકરપુરા જીઆઇડીસીમાં કંપની ધરાવે છે. તેઓના મોટાભાઈ અમીતભાઈ પણ પોતાના પુત્ર ઉત્સવ, દીકરી પુર્તી સહિતના પરિવાર સાથે રહે છે.

દરમિયાન ઉર્મિલભાઈ શાહ પોતાની ફોર્ડ એન્ડેવર કારમાં પત્ની દીશાબેન, મોટા ભાઈ અમીતભાઈ સહિતના પરિવારજનો સાથે નીકળ્યા હતા. જ્યારે 20 દિવસ અગાઉ લગ્ન કરેલ તેઓનો ભત્રીજો ઉત્સવ પોતાની બીએમડબલ્યુ કારમાં પત્ની મ્રુગ્નાબેન તેમજ પોતાની બેન પુર્તીબેનને બેસાડી ઢસા ગામે કુળદેવીના દર્શને ગયા હતા.

ગુરૂવાર બપોરે શાહ પરિવાર ઢસા ગામેથી વડોદરા પરત જવા નીકળ્યો હતો. ત્યારે તારાપુર વટામણ હાઇવે ઉપર કસ્બારા ગામ નજીક બીએમડબલ્યુ કાર ચલાવી રહેલા ભત્રીજો ઉત્સવ શાહને આગળ જતી કારની ઓવરટેક કરવા જતા ઝોકુ આવી જતા કાર આગળ જતી ટ્રકમાં અથડાઇ હતી. અકસ્માતમાં બીએમડબલ્યુ ચલાવી રહેલા ઉત્સવ શાહના પત્ની મૃગ્નાબેનને શરીરે તેમજ માથામાં ગંભર ઈજાઓ થતાં મોત નિપજ્યુ હતુ. અને તેમના બહેન પુર્તીબહેનને ઈજાઓ થઈ હતી.

20 દિવસ પૂર્વે યુવતીના લગ્ન થયા હતા, પરિવાર ગમગીન
ઉર્મિલભાઇ શાહના ભત્રીજા ઉત્સવના લગ્ન 20 દિવસ અગાઉ મૃગ્ના સાથે થયા હતા. લગ્નનું કામકાજ પૂર્ણ થયા બાદ નવયુગલને ઢસા ગામે આવેલા કૂળદેવીના મંદિરે દર્શન કરવા માટે સહપરિવાર બે કાર લઇને નીકળ્યા હતા. હજુ તો મૃગ્ના હાથની મહેંદીનો રંગ ઊડ્યો ન હતો તે પહેલાં ગોઝારા અકસ્માત તેમનું મોત થતાં શાહ પરિવારમાં શોક છવાઇ ગયો છે.

સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તો એરબેગ ખુલતી નથી
બીએમડબલ્યુ જેવી કાર ચાલકો માટે સુરક્ષિત ગણાય છે. જયારે અકસ્માત થાય ત્યારે એરબેગ ખુલતી નથી. કારમાં એરબેગ સીટ બેલ્ટ સાથે જોઇન્ટ હોય છે. જેથી સીટ બેલ્ટ પહેરેલો હોય તો એરબેગ ખુલ્લે છે. તો વળી ઘણા સમય સુધી ઉપયોગ ના થયા તેમજ મેઇન્ટેન્સ ન કરાવ્યું તેવા સંજોગોમાં એરબેગ ખુલતી નથી.