વહુ બીજાનું બાળક ચોરીને સાસરે ગઈ, સાસુમાને શંકા જતાં બોલાવી પોલીસ

ઘણીવાર બાળકો ચોરી થવાના મામલા સામે આવે છે. પરંતુ મધ્યપ્રદેશનાં સાગરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ 6 મહિનાનાં બાળકને ચોરી કર્યુ હતુ. અને સાસુની પાસે જઈને બોલી જોઈ લો તમારા પૌત્રને, મારી આજે જ ડિલેવરી થઈ છે. જોકે, પોલીસે પોતાની સુઝબુઝથી ગાયબ થયેલાં બાળકને માત્ર 7 કલાકમાં જ શોધી લીધુ હતુ. જ્યારે લેડી ટીઆઈ તેને લઈને તેનાં સાચા માતા-પિતા પાસે પહોંચી તો બાળકનાં દાદાને એટલી ખુશી થઈ કે તેમનાંથી રહેવાયુ નહિ અને તેઓ મહિલા ઓફિસનાં પગમાં પડીને આભાર માનવા લાગ્યા હતા. આ માર્મિક સીન જોઈને પોલીસવાળાની આંખોમા પાણી આવી ગયા હતા.

વાસ્તવમાં, સોમવારે સાગર જીલ્લા હોસ્પિટલમાં આઠ વર્ષની બાળકી તેના 6 મહિનાના ભાઈને લઈને ફરી રહી હતી. આ સમય દરમિયાન, ત્યાં હાજર એક મહિલાની બાળકી પર નજર પડી હતી, ત્યારે તેણે બાળકને ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યાં મહિલાએ બાળકીને બિસ્કિટ લાવવા 20 રૂપિયા આપ્યા,તો તેણી બાળકને મહિલાને સોંપી અને દુકાન પર ગઈ હતી. એટલામાં, છોકરી માસૂમને લઈને ગાયબ થઈ ગઈ.

જ્યારે તેની જાણકારી પીડિતના પરિવારજનોને થઈ તે ગોપાલગંજ પોલીસ પાસે દોડી ગયા હતા. જ્યાં જરુવાખેડાના પાલીતોડા ગામના રહેવાસી મનોજ આહિરવારે જણાવ્યું હતું કે, તેમની પત્નીની તબિયત લથડતાં તે તેને હોસ્પિટલ લઈ આવ્યો હતો. તેની સાથે તેની આઠ વર્ષની ભત્રીજી શિવાની અને 6 મહિનાનો એક પુત્ર પણ હતો. શિવાની તેના 6 મહિનાના પુત્ર સાથે ફરવા ગઈ હતી. પરંતુ એક મહિલા તેની સાથે ક્યાંક ગાયબ થઈ ગઈ.

મામલાની જાણકારી જ્યારે ગોપાલગંજ ટીઆઈ ઉપમાસિંહને મળી તો તે ઘટનાસ્થળે પહોંચી હતી. તે પછી ટૂંક સમયમાં એસપી વિક્રમસિંહ કુશવાહા અને જિલ્લાના સીએસપી પ્રજાપતિ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવતીના માતાપિતા અને યુવતી શિવાનીના નિવેદનથી શોધ શરૂ કરી હતી. એસપી વિક્રમસિંહ કુશવાહા અને સીએસપી પ્રજાપતિ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને છોકરાના માતા પિતા અને શિવાનીના નિવેદનો લીધા હતા. આખું શહેરમાં નાકાબંધી કરાઈ હતી. આસપાસ દુકાનદારોએ બાળકના પિતાનો ફોટો લીધો અને તેની શોધખોળ શરૂ કરી. હોસ્પિટલમાં લાગેલાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જોવા મળ્યુ હતુ, પરંતુ કેમેરા બંધ હોવાથી કોઈ ફૂટેજ કબજે કરાયા ન હતા.

પોલીસે જિલ્લાભરમાં પોલીસને એલર્ટ કરી સર્ચિંગ અભિયાન શરૂ કર્યું હતું. બાળકના ફોટોગ્રાફ્સ નજીકના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા હતા અને ગામમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને રાખ ગામમાંથી એક બાળક મળી આવ્યું હતું. જ્યારે ટીઆઈ ઉપમા સિંહ બાળકને તેના ગામ પહોંચાડવા પહોંચ્યા ત્યારે પરિવારની આંખોમાંથી આંસુઓ આવી, ખાખી વર્દીનો કમાલ જોઇને, આખા ગામના લોકોએ તાળીઓ પાડી તેમનો આભાર માન્યો. તો, બાળકના દાદા તો એટલાં ભાવુક થઈ ગયા તેઓ મહિલા અધિકારીના પગમાં પડી ગયા અને તેમનો આભાર માનવા લાગ્યા હતા.

પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્નને 6 વર્ષ પૂરા થયા છે. પરંતુ તેને કોઈ સંતાન નથી, જેના કારણે સાસરિયાવાળાઓ તેને ટોન્ટ મારતા હતા. તે હંમેશા તે વાતને લઈને ચિંતામાં રહેતી હતીકે, તેને કોઈ બાળક મળી જાય, પછી જ્યારે મેં છોકરીને બાળકને હોસ્પિટલમાં લઈ જતા જોઈ, ત્યારે મેં તેને ચોરી કરવાનું મન બનાવી લીધું હતું. છોકરીને લાલચ આપી અને બાળકને લઈને ભાગી ગઈ. મહિલાએ જણાવ્યુકે, તે બાદ તેને લઈને પોતાની સાસુની પાસે પહોંચી અને કહેવા લાગી જુઓ સાસુમાં તમારો પૌત્ર આવ્યો છે. મારી આજે જ હોસ્પિટલમાં ડિલીવરી થઈ છે.

જણાવી દઈએ કે જ્યારે મહિલા કોન્સ્ટેબલે તેના પુત્રને બાળકની માતા રબિનીને સોંપ્યો ત્યારે તે રડવા લાગી. તે કહેવા લાગી તમે અમારો શ્વાસ પાછો કર્યો. અમે તો ખબર નહી કેવું કેવું વિચારી રહ્યા હતા. કે હવે નહી મળે મારો પુત્ર. પરંતુ તમે સકુશળ અમારા લાલને મળાવી દીધો હતો.

પરંતુ જ્યારે ચોર મહિલાએ કહ્યુકે, મને ડિલીવરી થઈ છે અને આ મારું બાળક છે તો સાસુને શંકા ગઈ હતી. આ વાત ધીમે-ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. તેમને લાગ્યુકે, આ કેવી રીતે બની શકે, તે તો ગર્ભવતી પણ ન હતી અને તેને બાળક કેવી રીતે આવી ગયુ. પછી શું હતુ ગામનાં લોકોએ તેની જાણકારી સ્થાનિક પોલીસને આપી હતી. ફિલ્મ અંદાજમાં જે રીતે ગોપાલગંજ ટીઆઈ ઉપમા સિંહે બાળકને શોધી નાંખ્યુ છે. આખા જીલ્લામાં દરેક લોકો તેમને સલામ કરી રહ્યા છે.