લગ્ન મંડપમાં વરુણ ધવને બાઈક પર લીધી હતી ધમાકેદાર એન્ટ્રી લીધી. અંદરની ખાસ તસવીરો - Real Gujarat

લગ્ન મંડપમાં વરુણ ધવને બાઈક પર લીધી હતી ધમાકેદાર એન્ટ્રી લીધી. અંદરની ખાસ તસવીરો

મુંબઈઃ વરુણ ધવન તથા નતાશા દલાલે 24 જાન્યુઆરીના રોજ અલીબાગમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન ધ મેન્શન હાઉસમાં યોજાયા હતા. લગ્નમાં માત્ર 50 મહેમાનો હતો, જેમાં વરુણ તરફથી 25 તથા નતાશા દલાલના 25 મહેમાનો હતો. મેન્શન હાઉસમાં કુલ 25 રૂમ હતાં. બોલિવૂડમાંથી માત્ર કરન જોહર તથા શશાંક ખૈતાનને જ બોલાવવામાં આવ્યો હતો. ડિરેક્ટર કુનાલ કોહલી તથા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા તો વરુણ ધવનના સગા થાય છે.

લગ્નમાં નતાશાએ નો ફોન પોલિસીનો કડકાઈથી અમલ કરાવ્યો હતો. જોકે, લગ્ન થઈ ગયા બાદ વેડિંગની ઈનસાઈડ તસવીરો એક પછી એક સામે આવી રહી છે.

વરુણ ધવને લગ્નમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા, જ્યારે નતાશાએ પોતાના બ્રાઈડલ વેર જાતે જ ડિઝાઈન કર્યા હતા. નતાશા દલાલ મુંબઈમાં પોતાના નામથી જ ફેશન ડિઝાઈનિંગનું કામ કરે છે. તે બ્રાઈડલ વેર માટે જાણીતી છે. આથી જ નતાશાએ પોતાના કપડાં જાતે કર્યા હતા.

લગ્નની થીમ ઓફ વ્હાઈટ રંગની હતી. નતાશા તથા વરુણ ઓફ વ્હાઈટ કપડાંમાં જોવા મળ્યા હતા. લગ્નમંડપ પર આ જ રંગ સાથે ડેકોરેટ કરવામાં આવ્યો હતો.

પ્રી વેડિંગ ફંક્શનમાં સૌ પહેલાં રોકા સેરેમની યોજાઈ હતી. રોકા સેરેમનીમાં વરુણ તથા નતાશા ઘણાં જ સુંદર લાગતા હતાં. રોકા સેરેમનીમાં વરુણ તથા નતાશાના હાથમાં રૂપિયો નારિયેળ જોવા મળ્યું હતું.

વરુણ તથા નતાશાની મહેંદી સેરેમની પણ ખાસ રહી હતી. બોલિવૂડની મહેંદી ક્વીન વીણા નાગડાએ નતાશાના હાથમાં મહેંદી મૂકી હતી. વરુણે પણ પોતાના હાથમાં થોડીક એવી મહેંદી મૂકાવી હતી.

વરુણ તથા નતાશાની પીઠીમાં બે ટીમ પાડવામાં આવી હતી, જેમાં એક ટીમનું નામ હમ્પટી તો બીજી ટીમનું નામ વીર હતું. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં વરુણના પાત્રનું નામ હમ્પટી હતી. તો ‘દિલવાલે’માં વરુણનું નામ વીર હતું. મિત્રોએ ટીમના નામવાળી પ્રિન્ટેડ ટી શર્ટ પણ પહેરી હતી.

વરુણની જાન ધ મેન્શન હાઉસની અંદર જ કાઢવામાં આવી હતી. 24 જાન્યુઆરીના રોજ સાંજે સાત વાગે ફૂલ બોલિવૂડ સ્ટાઈલમાં વરુણની જાન નીકળી હતી. વરુણ ધવને જાનમાં ઘોડી કે બગીમાં નહીં પરંતુ ક્વોડ બાઈક પર બેસીને ધમાકેદાર રીતે એન્ટ્રી પાડી હતી. વરુણ જ્યારે મંડપમાં બાઈક લઈને આવ્યો ત્યારે સલમાનનું ગીત ચાલતું હતું. આ ગીત પર વરુણના મિત્રોએ જોરદાર ડાન્સ કર્યો હતો.

લગ્ન બાદ વરુણ તથા નતાશાએ મીડિયા સમક્ષ પોઝ આપ્યા હતા, પછી તરત જ કોકટેલ પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં વરુણ તથા નતાશાએ રોમેન્ટિક ડાન્સ કર્યો હતો. ત્યારબાદ વરુણ પત્ની નતાશા, સાસુ-સસરા તથા પેરેન્ટ્સ સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.

વરુણ ધવન તથા નતાશા દલાલના લગ્ન બાદ પરિવાર બીજા દિવસે એટલે કે 25 જાન્યુઆરીએ સવારે મુંબઈ પરત ફર્યો હતો. જોકે, વરુણ પોતાની દુલ્હન સાથે અલબીગામાં જ રોકાયો હતો. તે લગ્નના બે દિવસ બાદ એટલે કે 26મીએ મુંબઈ પરત ફર્યો હતો.

You cannot copy content of this page