દુલ્હા-દુલ્હન અને ફોટોગ્રાફરના વાઈરલ વીડિયોની સચ્ચાઈ આવી સામે, જાણો ખરેખર શું બન્યું હતું?

હાલમાં સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ફોટોશૂટ દરમિયાન ફોટોગ્રાફર વારંવાર દુલ્હનને પોઝ આપવા માટે સ્પર્શ કરી રહ્યો છે. જેનાથી નારાજ થઈને દુલ્હો ફોટોગ્રાફરને જોરદાર મુક્કો મારે છે અને કહે છે કે શું દૂરથી ફોટો નથી લઈ શકતો. આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો પાછળની હકીકત કંઈક અલગ છે.

ફોટોગ્રાફરને થપ્પડ પડ્યા પછી દુલ્હન સ્ટેજ પર જ હસી હસીને લોથપોથ થઈ જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જોકે અનેક લોકો આ વીડિયો સાચો છે કે ફેક તે જાણવા માંગે છે.

આ વાઈરલ વીડિયોની સચ્ચાઈ હવે સામે આવી છે. આ વીડિયો એકફિલ્મના શૂટિંગનો હિસ્સો છે. છત્તીસગઢની એક્ટ્રેસ અનિક્રિતિ ચૌહાણે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે, ‘ આ મારી મૂવી શૂટિંગ વખતનો વીડિયો છે. ‘

આ વીડિયો ‘ ડાર્લિંગ પ્યાર ઝૂકતા નહીં’ નામની ફિલ્મના શૂટિંગનો ભાગ છે. આમ ખરેખર આવો કોઈ બનાવ બન્યો નથી, પણ આ વીડિયો શૂટિંગનો ભાગ હતો.

બીજી તરફ હજી પણ સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ થવાનુ ચાલું જ છે.

વીડિયોમાં સ્ટેજ પર દુલ્હનનું મજેદાર હાસ્ય લોકોને પસંદ આવી રહ્યું છે અને લોકો આના પર અનેક કમેન્ટ પણ કરી રહ્યા છે. જોકે હવે વીડિયોની હકીકત સામે આવતા દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે.