વિધવા સાસુમાથી નહોતું જીરવાતું વિધવા વહુનું દુઃખ, મા બનીને વળાવી પુત્રવધૂને બીજા ઘેર

છત્તીસગઢના બાલોદથી બે કિલોમીટર દૂર ગ્રામ હીરાપુરમાં અમિતાભ-હેમાની ફિલ્મ ‘બાબુલ’ની સ્ટોરી જોવા મળી હતી. જ્યાં બે વર્ષથી વિધવાનું જીવન જીવી રહેલી વહુને સાસુ અને અન્ય સદસ્યોએ પુત્રી બનાવીને બીજાની દુલ્હન બનાવીને વિદા કરી હતી. 20 એપ્રિલ 2017માં ફાગુનદાહમાં એક લગ્ન દરમ્યાન પતિ ડોમેન્દ્ર સાહૂનું આકસ્મિક મોત થયુ હતુ. તેના લગ્ન 9 વર્ષ પહેલાં ખુંદનીનાં જ્ઞાનેશ્વરી સાથે થયા હતા. પતિનાં મોતના સમયે જ્ઞાનેશ્વરી ત્રણ મહિનાની ગર્ભવતી હતી. આ કિસ્સો બે વર્ષ જૂનો છે.

પરંતુ આ ઘટનાને કારણે પત્નીને એવો આઘાત લાગ્યો હતો કે, ગર્ભાશયમાં ખામી સર્જાતા બાળક પણ આવી શક્યુ ન હતુ. બે વર્ષથી તે વિધવાનું જીવન જીવી રહી હતી. પુત્રવધૂની વેદના તેની સાસુ જોઇ ન શકી હતી અને તેણે પુત્રવધૂને દિકરીનાં રૂપમાં વિદાય કરાવી નવું જીવન વસાવવાનો વિચાર કર્યો હતો. આ દરમિયાન, કોમલ રામ સાહુ વતની સાલ્હે (દલ્લીરાજહરા) હાલ નિવાસ ઝીપાટોલા કાંકેર સાથે સંબંધની વાત આવી હતી. જ્ઞાનેશ્વરીના મામા પણ આ લગ્ન માટે સંમત થયા હતા. બસ પછી શું, જ્ઞાનેશ્વરીનાં સાસરે જ બીજા લગ્ન કરવામાં આવ્યા હતા અને તે તેનાં નવા સાસરે જતી રહી હતી. આ લગ્ન 2019માં કરાવવામાં આવ્યા હતા.

કોમલનાં છૂટાછેડા થયેલાં હતા, 22 વર્ષનો પુત્ર અને 19 વર્ષની પુત્રી
45 વર્ષની ઉંમરે ફરી વરરાજા બનેલાં કોમલરામની પત્ની કેટલાંક કારણોને લીધે તેમને છોડીને અન્ય સાથે જતી રહી હતી. ત્રણ વર્ષથી કોમલરામ તેના બાળકોની સંભાળ રાખવા અને ઘરની સંભાળ રાખવા માટે એક કન્યાની શોધમાં હતા. ત્યારબાદ તેને એક સંબંધી દ્વારા હીરાપુરની જ્ઞાનેશ્વરી વિશે જાણ થઈ. વરરાજાની પહેલી પત્નીથી 22 વર્ષનો પુત્ર વિજય અને 19 વર્ષની પુત્રી વિદ્યા છે. પુત્ર ઇજનેરી અને પુત્રી બી.એનો અભ્યાસ કરતા હતા.

વરરાજાએ કહ્યું-
હું દરરોજ ઝીપોટોલાથી 20 કિમી દૂર કાંકરમાં એફસીઆઈ ગોડાઉનમાં કામ કરવા જાઉં છું. ઘરે બાળકો માટે માતાની અને જીવન પસાર કરવા માટે એક પત્નીની જરૂરિયાત હતી. તેથી મેં લગ્ન કરવાનું નક્કી કર્યું. મારો વિચાર હતો કે, હું કોઈ વિધવા સાથે જ લગ્ન કરું અને તે મને મળી ગઈ હતી.

વહુ નહી હંમેશા પુત્રી માની, દરેક સાસુંએ આવા જ વિચારો રાખવા જોઈએ
પુત્રવધૂના બીજા લગ્ન કરાવનારા સાસુ ચંપાબાઈ પતિ સ્વ દેવલાલ સાહુએ કહ્યુ, મે વહુને હંમેશા પુત્રી જ માની હતી. પુત્રના અવસાન પછી તેને પ્રેમ કરવામાં કોઈ કમી રાખી ન હતું. દરેક સાસુએ તેમની વહુને પુત્રી જ માનવી જોઈએ. વિધવાનું જીવન કેવું હોય છે, હું 15 વર્ષથી તેની પીડા સહન કરી રહી હતી. વહુને કોઈ સંતાન પણ નહોતું. જેને જોઈને તે એકલી રહી શકતી. તેની સામે એક પહાડ જેવું જીવન હતુ. તેની પીડા દૂર કરવા માટે મેં પુત્રવધૂને પુત્રી તરીકે વિદાય આપી હતી.

મારી પુત્રીના લગ્ન ઉદાહરણ બન્યા:
આ લગ્ન પર જ્ઞાનેશ્વરીના પિતા લોકેશ્વર અને માતા અનુપા બાઇએ કહ્યું, અમારી પુત્રીના આ બીજું લગ્ન સમાજમાં એક ઉદાહરણ બન્યા હતા. જ્યારે વેવાણે આ પ્રકારનાં લગ્નનો ઉલ્લેખ કર્યો ત્યારે અમે સંમત થયા. બંને પરિવારો સાથે મળીને પુત્રીનું નવું ઘર વસાવ્યુ હતુ. વિધવા લગ્નની પરંપરા દરેક સમાજે અપનાવવી જોઈએ. જેથી દરેક પુત્રી-વહુ નવી જિંદગીની શરૂઆત કરી શકે. પુત્રીની સાસુએ માતાની ફરજ બજાવી હતી. અમારી પુત્રીને તેમની પુત્રી બનાવી અને તેનાં લગ્ન કરાવ્યા હતા.

પુત્રી બોલી: પિતાની વિચારસરણીને સલામ
વરરાજાની પુત્રી વિદ્યા પણ આ લગ્નમાં જોડાઈ હતી. દીકરીએ કહ્યું કે હું મારા પિતાના વિચારને સલામ કરું છું. જીવનની ગાડી બે પૈડાં વિના ચાલતી નથી. તેનાંથી મોટી વાત કોઈ મહિલાનું સુનુ જીવનને ફરીથી ભરવું એક સારું કામ છે. પિતાનાં આ પગલાથી ખુશ છું. અમે બંને ભાઈ-બહેન પણ સહેમત હતા. અમને નવી માતા મળી છે.