ઘરની બાલકનીમાં બ્રેકફાસ્ટ એન્જોય કરતાં જોવા મળ્યા વિરાટ-અનુષ્કા, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પ્રેગ્નેન્સીના છેલ્લાં મહિનામાં છે. અનુષ્કા આ મહિને જ પોતાના પહેલાં બાળકને જન્મ આપશે. બીજી તરફ પહેલાં બાળકના જન્મ પહેલા પત્ની અનુષ્કાની દેખભાળ કરવા માટે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અડધે મૂકી ભારત પરત આવ્યો છે. હાલના દિવસોમાં તે પત્ની અનુષ્કાની ખૂબ દેખભાળ રાખી રહ્યો છે. જેની અમુક તસવીરો પણ વાઈરલ થઈ છે. જોકે ફોટોગ્રાફરે આ તસવીરો વાઈરલ કરતાં અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નારજગી વ્યક્ત કરી આવું ન કરવાની સલાહ આપી છે.

હાલમાં કપલની કેટલિક તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ તસવીરોમાં વિરાટ-અનુષ્કા મુંબઈના જુહુ સ્થિત ઘરની બાલ્કનીમાં બ્રેકફાસ્ટ એન્જોય કરતાં જોવા મળી રહી રહ્યા છે. આ તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. ફેન્સને તેમની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

અનુષ્કાએ આ તસવીરો પર નારાજગી વ્યક્ત કરતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે ‘ફોટોગ્રાફર અને પબ્લિકેશનને અનેક વાર નિવેદન કરવા છતાં તેઓએ અમારી પ્રાઇવસીમાં દખલ દેવાનું ચાલી રાખ્યું છે. આને અત્યારે જ બંધ કરી દો’

નોંધનીય છે કે વિરાટ કોહલી ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને પેટર્નિટી લીવ પર ભારત પરત આવ્યો હતો. આશા છે કે વિરાટ અને અનુષ્કા ટૂંક સમયમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે. વિરાટ અને અનુષ્કાએ પોતાના બાળકના જન્મ પહેલાં એક એનિમલ થીમની નર્સરી પણ તૈયાર કરાવડાવી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લે વર્ષ 2018માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે જોવા મળી હતી.