દીકરીને જન્મ આપ્યા પછી પહેલી જ વાર અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે મળી જોવા - Real Gujarat

દીકરીને જન્મ આપ્યા પછી પહેલી જ વાર અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે મળી જોવા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની ને અભિનેત્રી અનુષ્કા શર્મા 11 જાન્યુઆરીએ માતા-પિતા બન્યા છે. થોડા દિવસ પહેલાં જ અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો હતો. પંતુ માતા-પિતા બન્યા બાદ વિરાટ અને અનુષ્કા પહેલીવાર જાહેરમાં સ્પોટ થયા હતાં. વિરાટ અને અનુષ્કા ક્લિનિકની બહાર સ્પોટ થયા હતાં ત્યારે તેમણે પાપારાઝીને અલગ-અગ પોઝ આપ્યા હતાં. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

વિરાટ કોહલી બ્લેક કપડાંમાં જ્યારે માતા બનેલ અનુષ્કા શર્મા ડેનિમ-ઓન-ડેનિમ લૂકમાં જોવા મળી હતી. પરંતુ બન્ને વ્હાઈટ સ્નીકર્સ પહેર્યાં હતા. વિરાટ અને અનુષ્કા પુત્રીને લીધા વગર જ ક્લિનિક પહોંચ્યા હતાં. આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફર્સે વિરાટ-અનુષ્કાને દીકરીના જન્મ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. ત્યાર બાદ કપલે અલગ-અલગ પોઝ આપ્યા હતાં. હાલ આ તસવીરો સામે આવી છે. પુત્રીનો જન્મ થયા બાદ ‘વિરુષ્કા’એ ફોટોગ્રાફર્સને અપીલ કરી હતી કે, તેઓ તેમની પુત્રીના ફોટોગ્રાફ્સ ક્લિક ના કરે.

ક્લિનિકની બહાર નીકળીને વિરાટ અને અનુષ્કાએ ફોટોગ્રાફર્સને અલગ-અલગ પોઝ આપવા ઊભા રહ્યા હતા. તસવીરોમાં જોઈ શકો છો કે, અનુષ્કા સ્લીમ અને ફિટ જોવા મળી રહી હતી. મહત્વની વાત એ છે કે, અનુષ્કાને જોઈને કોઈ એમ ના કહી શકે કે, તેણે 11 દિવસ પહેલા જ બાળકીને જન્મ આપ્યો હોય. જોકે, અનુષ્કા પ્રેગ્નેન્સીના છેલ્લા મહિના સુધી વર્કઆઉટ કરતી હતી. ડિલિવરીના થોડા દિવસ પહેલા જ તેણે ટ્રેડમિલ પર વોક કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો.

વિરાટ-અનુષ્કા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આટલા વર્ષોમાં તમે લોકો આપેલા પ્રેમ માટે આભાર. અમે આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે કરીને ખુશ છીએ. માતાપિતા તરીકે અમારી એક વિનંતી છે. અમે અમારા બાળકની પ્રાઈવસી સુરક્ષિત રાખવા માગીએ છીએ અને એમાં તમારી મદદ અને સહકારની જરૂર છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે, અમારા બંને તરફથી તમને તમામ વસ્તુઓ મળતી રહેશે. પરંતુ તમને વિનંતી છે કે, અમારા બાળકને દર્શાવતું કોઈપણ કન્ટેન્ટ તમે ના લો. અમે જાણીએ છીએ કે, તમે સમજો છો કે અમે ક્યાંથી આવીએ છીએ અને આ માટે અમે તમારા આભારી છીએ.

ઓગસ્ટ 2020માં વિરાટ અને અનુષ્કા પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ આપ્યા હતાં. 11 જાન્યુઆરી 2021એ તેમના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, વિરાટ-અનુષ્કા તેમની દીકરીનું નામ ‘અ’ પરથી પાડે તેવી શક્યતા છે. જોકે, કપલે હજી સુધી દીકરીના નામની જાહેરાત કરી નથી.

You cannot copy content of this page