દસ હજાર ડગલાં ચાલવા છતાંય થોડું પણ નહીં ઘટે વજન, ઝડપથી વજન ઘટાડવું છે તો ફોલો કરો આ સરળ ટિપ્સ

અમદાવાદઃ શું ચાલવાથી વજન ઓછું કરી શકાય છે. લોકો આ અંગે સવાલ પણ કરતા હોય છે કે જો ચાલવામાં આવે તો વજન ઘટાડી શકાય છે. એક દિવસમાં કેટલાં પગલાં ચાલવું જોઈએ? સામાન્ય રીતે માનવામાં આવે છે કે એક દિવસમાં 10 હજાર પગલાં ચાલવામાં આવે તો વજન ઓછું થઈ જાય છે અને વજન વધતું નથી. જોકે, સત્ય કંઈક અલગ જ છે.


સામાન્ય લોકો સવાલ કરતા હોય છે કે નેચરલ રીતે વજન કેવી રીતે ઘટડાવામાં આવે અથવા સરળતાથી વજન કેવી રીતે ઘટે. ઘણાં લોકો માને છે કે ચાલવાથી ક્યારેય વજન ઘટતું નથી. જોકે, સાચી વાત એ છે કે તમે ભલે ગમે તેટલું ચાલો પરંતુ તમારું વજન ક્યારેય ઘટશે નહીં. તમારું વજન સામાન્ય જ રહેશે.


દસ હજાર ડગલાં પણ તમારી શરીરમાં ચરબી બનતા રોકી શકે નહીં. એક અભ્યાસ પ્રમાણે, વજન ઓછું કરવા માટે રોજ દસ હજાર ડગલાં ચાલવાની વાત મોટાભાગના લોકો પર સાચી સાબિત થતીનથી. અમેરિકાની બ્રિઘમ યંગ યુનિવર્સિટીના સંશોધન કર્તાઓએ છ મહિના પોતાના કોલેજના વિદ્યાર્થીઓ પર રિસર્ચ કર્યું હતું.


જર્નલ ઓફ ઓબેસિટીમાં પબ્લિશ થયેલા આર્ટિકલ પ્રમાણે, વિદ્યાર્થીઓ 24 અઠવાડિયા સુધી અઠવાડિયામાં છ દિવસ રોજ દસ હજાર, 12,500 તથા 15 હજાર ડગલાં ચાલ્યા હતાં. વૈજ્ઞાનિકોએ કેલેરની માત્રા તથા વજન પર ધ્યાન આપ્યું હતું. અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે વૈજ્ઞાનિકોની સામે એ પરિણામ આવ્યું કે 10 હજાર ડગલાં ચાલવા છતાં વિદ્યાર્થીઓના વજન તથા ચરબીમાં કોઈ ફેર પડ્યો નહોતો. જો વિદ્યાર્થીઓ 15 હજારથી પણ વધુ ડગલાં ચાલે તો પણ વજન વધી શકે છે.


રોજ આ બાબતો પર ધ્યાન આપોઃ
1. રોજ વર્કઆઉટ કરો 2. ભોજનના બે કલાક બાદ વોક કરો. 3. બીએમઆઈ ઈન્ડેક્સ પર ધ્યાન આપો.


4. મીઠું ઓછી માત્રામાં લો. 5. પુશઅપ્સથી પેટની ચરબી ઘટાડો. 6. ડાયટમાં ઘઉં, જવ, બાજરી, ચણાને સામેલ કરો.


7. પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ ટાળવો 8. લીલા શાકભાજી વધુ માત્રામાં લો. સલાડ પણ ભરપૂર લો 9. ખરાબ ફેટવાળી વસ્તુઓ ના ખાવ. ઓલિવ ઓઈલ, નારિયેળનું તેલ, એગ્સ, પનીર, દૂધ-દહીં સામેલ કરો.


10. ખાંડ બંધ કરો અથવા ઓછો ઉપયોગ કરો. 11. કાર્બોહાઈડ્રેટ્સ ફૂડનો ઓછો ઉપયોગ કરો.