ગુજરાતના આ શહેરમાં માત્ર દોઢ કલાકમાં તૂટી પડ્યો 5 ઈંચ વરસાદ, જુઓ કેવી થઈ હાલત

ભરૂચ: એક બાજુ બફારો લાગે છે જ્યારે બીજી બાજુ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. જેમાં અંકલેશ્વરમાં માત્રને માત્ર દોઢ કલાકમાં 5 ઈંચ વરસાદ તુટી પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ભારે વરસાદને પગલે આખું અંકલેશ્વર પાણી પાણી થઈ ગયું હતું અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. નોંધનીય છે કે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે અંકલેશ્વરમાં માત્ર ને માત્ર દોઢ કલાકમાં 5 ઈંચ વરસાદ તુટી પડ્યો હતો. જેને લઈને જ્યાં જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળ્યું હતું. 5 ઈંચ વરસાદથી આખું અંકલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 5 ઈંચ ધોધમાર વરસાદથી શહેરની દુકાનોમાં પાણી ઘુસી ગયું હતું જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

ભારે વરસાદને પગલે ઘર, દુકાન અને મંદિરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં. અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત ભરૂચમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી.

અંકલેશ્વર શહેરમાં દોઢ કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતાં શહેરના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યું હતું. અંકલેશ્વરના જીઆઈડીસી સહિતના તમામ વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર પાણી સિવાય કંઈ જોવા મળતું નથી. અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી જતાં દુકાનમાલિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

અચાનક જ ભારે વરસાદ વરસતાં અંકલેશ્વરના રસ્તાઓ પર નદી વહેતી થઈ હતી જેને કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને રિક્ષા સહિતનાં વાહનો બંધ થઈ જતાં ધક્કા મારીને વાહનોને ઘરે પહોંચાડવાનો વારો આવ્યો હતો. અચાનક વરસાદ તુટી પડતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

અંકલેશ્વર ઉપરાંત ભરૂચમાં પણ અઢી ઈંચ વરસાદ પડતાં બજારોમાં નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું હતું. જેને પગલે તમામ દુકાનદારોએ ટપોટપ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. ભરૂચમાં માત્ર અઢી ઈંચ વરસાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં જેને પગલે ભરૂચવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.