તો જસપ્રીત બુમરાહ આ યુવતી સાથે કરશે લગ્ન ને બનશે અમદાવાદી વહુ!

મુંબઈઃ ક્રિકેટર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. ચર્ચા છે કે જસપ્રીત, સંજના ગણેશન સાથે લગ્ન કરશે. જોકે, હજી સુધી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અલબત્ત, એક્ટ્રેસ તારા શર્માએ સંજના તથા જસપ્રીત લગ્ન કરવાના હોવાની વાતની પુષ્ટિ કરી છે. જસપ્રીતને તો આખી દુનિયા ઓળખે છે. તેની દુલ્હન પણ ઓછી લોકપ્રિય નથી. ચાલો જાણીએ કે કોણ છે સંજના ગણેશન.

હાલમાં જ જસપ્રીત એક્ટ્રેસ તારા શર્માના શોમાં આવ્યો હતો. અહીંયા તેણે ક્રિકેટ કરિયર તથા સ્ટ્રગ્લ્સ પર વાત કરી હતી. શો પછી તારાએ શોમાં આવવા બદલ જસપ્રીતનો આભાર માન્યો હતો અને સંજના ગણેશન સાથેના લગ્ન પર શુભેચ્છા પાઠવી હતી.

તારા શર્માએ કહ્યું હતું કે, જસપ્રીત તથા સંજનાને લગ્ન માટે શુભેચ્છા. ફરીથી જસપ્રીત શોમાં આવ્યો તે બદલ આભાર. સિઝન 6માં બંને સાથે આવે તેવી અપેક્ષા છે. સંજના ગણેશન ઈન્ડિયન મોડલ તથા એન્કર છે. સ્ટાર સ્પોર્ટ્સ ઈન્ડિયાની પેઝેન્ટર છે. હાલમાં જ આઈપીએલ 2021 ઓક્શનને સંજનાએ હોસ્ટ કર્યો હતો.

ક્રિકેટ ઉપરાંત સંજના અનેક બેડમિન્ટન તથા ફૂટબોલ ઈવેન્ટ્સને હોસ્ટ કરી ચૂકી છે. સંજના મેનેજમેન્ટ ગુરુ ગણેશન રામાસ્વામીની દીકરી છે. રામાસ્વામી પૂણે સ્થિત અલ્લાના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાયન્સના ડિરેક્ટર છે.

સંજનાએ પૂનાની સિબાયસિસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે. એન્જિનિયરિંગ બાદ સંજનાએ મોડલિંગની દુનિયામાં એન્ટ્રી લીધી હતી.

સંજનાએ ફેમિસા મિસ ઈન્ડિયા 2013માં ભાક લીધો હતો અને અહીંયા તે ફેમિના ઓફિશિયલી ગોર્જિયસ અવોર્ડ જીતી હતી. આ સ્પર્ધા બાદ તે એમટીવીના પોપ્યુલર શો સ્પ્લિટ્સવિલા સિઝન 7માં જોવા મળી હતી. ચર્ચા હતી કે સંજના સ્પર્ધક અશ્વિન કૌલને ડેટ કરે છે. જોકે, શોમાં સંજના ઘાયલ થતાં તેણે શો છોડી દીધો હતો.

2016માં તેણે સ્પોર્ટ્સ એન્કર તરીકે સ્પોર્ટ્સ જોઈન કર્યું હતું. તેણે ‘મેચ પોઈન્ટ’, ‘નાઈટ ક્લબ’ તથા ‘ચિકી સિંગલ્સ’ જેવા સફળ શો હોસ્ટ કર્યા છે. તે ત્રણ વર્ષ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથ જોડાયેલી હતી. અહીંયા તેણે ટીમ માટે ‘નાઈટ ફોમ ધેમ શો’ને હોસ્ટ કર્યો હતો.