પિતરાઈ ભાઈના પ્રેમમાં અંધ બનેલી પત્નીએ ના કરવાનું કરી નાખ્યું? કારણ જાણીને હતપ્રત થઈ જશો

આગરા જનપદના બરહદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ખાંડામાં બુધવારે (26 – માર્ચ) રાત્રે ફોઈના છોકરા પિતરાઇ ભાઇ સાથે મળીને પતિની હત્યાની આરોપી પત્નીની પોલીસે ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધી. પત્નીના આ પિતરાઇ ભાઇને પકડવા આખી રાત પોલીસે મહેનત કરી, પરંતુ તે મળ્યો નહી.

લોકડાઉનના કારણે થોડા દિવસ પહેલાં નોએડાથી પોતાના ગામ ખાંડા આવેલ નિતિન ઉર્ફ વિક્રમ સિંહની બુધવારે (26 – માર્ચ) રાત્રે પોતાના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ નિતિનના પિતાએ તેની પત્ની રવીના ઉર્ફ રાની (કુકથલા અછનેરાના નિવાસી કિશન સિંહની પુત્રી) અને તેના ફોઇના છોકરા, પિતરાઇ ભાઇ પ્રતાપ સિંહ (ખાંડા નિવાસી ધર્મવીરના પુત્ર) પર ગળું કાપી હત્યા કરવાની એફઆઈઆર નોંધાવી છે.

પોલીસે શુક્રવારે રાનીને કોર્ટમાં હાજર કરી, પરંતુ આરોપી, તેનો પિતરાઇ ભાઇ પ્રતાપ હજી પોલીસના હાથમાં આવ્યો નથી. બરહન સ્ટેશન ઈન્ચાર્જ મહેશ સિંહે જણાવ્યું કે, આરોપી પ્રતાપ સિંહ હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર સાથે ગાયબ છે. તેની ધરપકડ માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગામમાં એવી ચર્ચા છે કે, પ્રતાપનાં લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ રવીના બોખલાઇ ગઈ હતી. પ્રતાપને મેળવવા માટે જ તેણે પતિ વિક્રમની હત્યા કરી નાખી. તો લોકોનું કહેવું એમ પણ છે કે, વિક્રમનો તેની પત્ની સાથે ક્યારેય ઝગડો નથી થયો. તે એકદમ સીધો માણસ હતો. તેના આ સરળ સ્વભાવનો જ તેની પત્નીએ ફાયદો ઉઠાવ્યો હતો.

ઘરવાળાંના જણાવ્યા અનુસાર, રાની તેના પતિ વિક્રમ પાસેથી રોજ મહિને બીમારીનું બહાનું કાઢી ઈલાજ માટે પૈસા માંગતી રહેતી. આ ઈલાજના બહાને જ તે દર મહિને 28-28 હજારનું બિલ આપતી. આટલું જ નહીં, પોતાના ખર્ચ પૂરા કરવા માટે તેણે દસ હજાર રૂપિયામાં સોનાની ચેન પણ ગિરવે મૂકી દીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પૂછપરછ અનુસાર, બુધવારે રાત્રે 11:00 વાગે રાનીએ પતિ વિક્રમને આલૂના ચોખામાં ઊંઘની ગોળીઓ મિક્સ કરીને ખવડાવી દીધા. ત્યારબાદ રાત્રે લગભગ એક વાગે વિક્રમને ગભરામણ જેવું લાગ્યું તો તેણે ઊઠીને દ્રાક્ષ ખાધી. ત્યાર બાદ તે જેવો ઊંઘ્યો, તેની હત્યા કરી દેવામાં આવી.

આરોપી પ્રતાપે જ પોતાના મામાની દીકરી રાનીનાં લગ્ન વિક્રમ સાથે કરાવ્યાં હતાં. રાનીને બે વર્ષનો એક દીકરો પણ છે. આરોપી પ્રતાપના પિતા ધર્મવીર સિંહ દારૂની તસ્કરીનું કામ કરે છે. તે હરિયાણાથી દારૂ લાવી અહીં સપ્લાય કરે છે. જેના કારણે બરહન સ્ટેશનમાં જ તેના પર ઘણી ફરિયાદો નોંધાયેલ છે. ગેરકાયદેસર રીતે દારૂ વેચવા બાબતે તે જેલમાં પણ જઈ ચૂકેલો છે.

પોલીસે જણાવ્યું કે, રાની અને પ્રતાપનું કાવતરું હતું કે, વિક્રમની હત્યાને આત્મહત્યામાં ખપાવવામાં આવે. વિક્રમની માં બૂમો પાડીએ લોકોને ભેગા ન કરતી તો, કદાચ તેઓ આમ કરવામાં સફળ પણ થઈ જાત અને ઘટનાસ્થળ પરથી લોહી પણ સાફ કરી દેત.