દીકરીએ પરિવાર જ નહીં દેશનું ગૌરવ વધાર્યું, બની પહેલી મહિલા આર્મી લેફ્ટનન્ટ

દુનિયાના ઘણાં ભાગની જેમ રણમાં એક જમાનામાં દીકરીને અભિશાપ માનવામાં આવતી હતી અને દીકરીનો જન્મ થતાં જ તેને મારી નાખતાં હતાં. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે દીકરીઓ પરિવારનું નામ રોશન કરી રહી છે. જેમાંથી એક છે પ્યારી ચૌધરી, જે આજે ભારતીય સેનામાં સીધી લેફ્ટિનન્ટના પદ પર છે. તો અમે તમને જણાવીએ કે કોણ છે પ્યારી ચૌધરી અને કેવી રીતે આ સફળતા હાંસલ કરી. આ ઉપરાંત આળગ હવે શું બનવાનું તેમનું સપનું છે.

તે અત્યારે પોતાની ટ્રેનિંગ પુરી કરી પહેલીવાર ગામડે પાછી આવી છે. જ્યારે તે ગામડે આવી ત્યારે ગામલોકોએ દેશી અંદાજમાં મારવાડી ગીત ગાઈને દીકરીનું સ્વાગત કર્યું હતું. પ્યારી ચૌધરીના પરિવારના 36 સભ્યો છે. જે ભારતીય સેનામાં દેશની સેવા કરી રહ્યા છે. પ્યારી ચૌધરી જ્યારે પહેલીવાર આ ગામમાં પાછી આવી તો પરિવાર સંબંધી અને ગામલોકોએ દેશી અંદાજમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્યારી ચૌધરી ખૂબ જ ખુશ હતી.

પ્યારી ચૌધરીએ જણાવ્યું કે, આજે જે અંદાજમાં મારા ગામલોકોએ સ્વાગત કર્યું છે. હું તે ક્ષણને ક્યારેય ભૂલી શકીશ નહીં. મારી સ્ટડી સેનાની સ્કૂલમાં થઈ છે. પિતા અને પરિવારના લોકો સેનામાં હતાં એટલે મારી પણ ઇચ્છા હતી કે, હું પણ સેનામાં ભરતી થઈ જવ. હવે મેં મારું સપનું પુરું કરી દીધું છે અને હું સીધી લેફ્ટિનન્ટ તરીકે પસંદ કરાઈ છું.

પ્યારી ચૌધરીએ જણાવ્યું કે, આમ તો દીકરીઓને નાની ઉંમરમાં લગ્નમાં બંધનમાં બાંધી દેવામાં આવે છે. જેને લીધે આવી છોકરીઓના સપના અધૂરા રહી જાય છે. હું તે મા-બાપને કહેવા માગું છું કે, દીકરીઓના સપના પુરા કરવા જોઈએ. દીકરી દીકરા કરતાં ઓછી નથી. કદાચ એટલે મેં પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. હવે મારું સપનું છે કે, હું સિવિલ સર્વિસની એક્ઝામમાં સફળતા મેળવું.

બાડમેરની પહેલી મહિલા લેફ્ટિનન્ટ પ્યારી ચૌધરીએ પટિયાલાની આર્મી નર્સરી સ્કૂલથી સ્ટડી કર્યું છે. આ પછી તેમણે અલગ-અલગ કેન્દ્રીય વિદ્યાલયોથી સ્ટડી કરી છે. ટ્રાન્સફર દરમિયાન પિતાની સાથે-સાથે તેમણે અલગ-અલગ રાજ્યોમાં સ્ટડી કર્યું છે. આ પછી બીએસસી નર્સિંગ મહારાષ્ટ્ર યૂનિવર્સિટી મુંબઈથી પાસ કર્યું છે.

પ્યારી ચૌધરીના પિતા કસ્તૂરા રામ સેનામાં સૂબેદાર છે. તેમની દીકરી સેનામાં લેફ્ટિનન્ટ બની છે. દીકરીની સફળતાથી પિતા કસ્તૂરરામ ખૂબ જ ખુશ છે. તે કહે છે કે, પિતા માટે આનાથી મોટી શું વાત હશે. તે સેનામાં સીધી લેફ્ટિનન્ટ તરીકે જોડાઈ છે. આમ તો અમારે ત્યાં 18 વર્ષની ઉંમરમાં જ દીકરીના લગ્ન કરી દેવામાં આવે છે. મારા પર પણ આ પ્રેશર ઘણાં સંબંધીઓએ નાખવાનો પ્રયત્ન કર્યો હતો.

કસ્તૂરા રામે કહ્યું કે, મેં કોઈની વાત સાંભળી નહીં, મેં હંમેશા પોતાના મનની વાત સાંભળી હતી. જેને લીધે મારી દીકરીએ આજે બાડમેર અને પરિવારનું નામ રોશન કર્યું છે. હું તે મા-બાપને કહેવા માગીશ કે, જે પોતાની દીકરીઓને ભણાવતાં નથી અને તેમના સપના પુરા કરવા દેતાં નથી તેણે દીકરીઓને આગળ વધારવી જોઈએ.