તમને કરોડપતિ બનાવી શકે છે આ 2 ઈંચનો દેડકો, માત્ર 3 મિનિટમાં જ કોઈને આપી દે છે મોત

દુનિયામાં ઘણા પ્રકારના જીવ-જંતુઓ હાજર છે. દરેકની પોતાની ખાસિયત હોય છે. જોકે, સમય જતાં ઘણા જીવો હવે લુપ્ત થઈ ગયા છે અથવા લુપ્ત થવાની આરે છે. તેમાંથી એક ચમકતો રંગીન દેડકો છે. આ દેડકાની તસ્કરી એકદમ વધારે છે. આ દેડકાની પીઠ પર પીળા અને કાળા પટ્ટાઓ હોય છે. તેઓ દેખાવમાં ખૂબ સુંદર હોય છે, પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ ઝેરી છે. તેનું નામ પોઇઝન ડાર્ટ છે. આ દેડકા પૃથ્વીના સૌથી ઝેરી જીવોમાંનાં એક છે. દેડકાના ઝેરથી 10 લોકોનો જીવ જઈ શકે છે. પરંતુ હજી પણ તેઓ તેને ખરીદવા માટે કરોડોનો ખર્ચ કરવા તૈયાર છે. માર્કેટમાં આ 1 ઝેરી દેડકાની કિંમત 1.5 કરોડ રૂપિયા છે.

કોલમ્બિયામાં જોવા મળતા ઝેરી ડાર્ટ દેડકા પૃથ્વીના સૌથી ઝેરી જીવોમાંથી એક છે. તેનું ઝેર માત્ર ત્રણ મિનિટમાં મૃત્યુનું કારણ બની શકે છે. તેનું કદ બે ઇંચ છે, પરંતુ તેના ઝેરના બે ટીપાં તમારું જીવન લઈ શકે છે.

આ દેડકા ચમકતા અને પીળા રંગના પટ્ટાવાળા હોય છે. તેના રંગને કારણે, તે અન્ય પ્રાણીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. જ્યારે દેડકા તરફ આકર્ષિત થાય છે, ત્યારે તે તેના મૃત્યુને પામે છે.

તેઓ કોલમ્બિયાના વર્ષાના જંગલોમાં જોવા મળે છે. જો તમે કેરોલિના યુનિવર્સિટીના સંશોધન પર વિશ્વાસ કરો છો, તો દેડકા કે જે વધુ તેજસ્વી હોય છે તે વધુ ઝેરી હોય છે.

ઈતિહાસની વાત કરીએ તો, આ દેડકાનો ઉપયોગ શિકાર માટે શસ્ત્રો બનાવવા માટે કરવામાં આવતો હતો. આ દેડકાનું ઝેર એટલું જોખમી છે કે જો તેને મોજા વગર સ્પર્શ થઈ જાય તો તમે થોડી જ સેકંડમાં મરી શકો છો.

માણસનાં શરીરના સંપર્કમાં આવ્યા પછી, તેનાં ઝેરથી ધીમે ધીમે માણસની નસો સંકોચાવા લાગે છે. જેની ઉપર તેનું ઝેર ચડે છે, તે તેના શરીરની માંસપેશીઓનું નિયંત્રણ ગુમાવે છે. અંતે, તેને હાર્ટ એટેક આવે છે અને તેનું મૃત્યુ થાય છે.

આટલું ઝેરી હોવા છતાં આ દેડકાઓની તસ્કરી જોરશોરથી ચાલી રહી છે. બજારમાં આ નાના ઝેરી દેડકાની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. લોકો આ લુપ્ત દેડકા ખરીદવાની ફિરાકમાં હોય છે.

આ દેડકા આટલા ઝેરી કેમ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. 2014 માં હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં ઓહિયોની કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જ્યારે આ દેડકા ઇંડામાં હોય છે, ત્યારે તેમના શરીરમાં ઝેર હોય છે.

સંશોધન મુજબ, આ દેડકા ચારથી સાડા ચાર અબજ વર્ષ પહેલાં વિશ્વમાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓ ઝેરી ન હતા, પરંતુ પછીથી જ્યારે તેઓ કીડીઓ, જંતુઓ અને કરોળિયા ખાવા લાગ્યા, તો પછી તેઓ ઝેરી બની ગયા.