યુવતીના થવાના હતા લગ્ન પણ DMને કરી એવી ફરિયાદ કે આખું ગામ થઈ ગયું ખુશ

ઉત્તરપ્રદેશના અલીગઢથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યો છે. અહીં, એક છોકરી તેના લગ્ન માટે ગામનો રસ્તો બનાવવાની માંગ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પહોંચી હતી. યુવતીએ ડીએમને કહ્યું હતું કે તે જલ્દી જ લગ્ન કરવા જઇ રહી છે અને ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે, જાનને આવવામાં ઘણી મુશ્કેલીઓ પડશે.

DMએ તરત જ યુવતીની ફરિયાદ સાંભળી અને સંબંધિત અધિકારીને લગ્ન પહેલા રસ્તો બનાવવાની સૂચના આપી. DMએ અધિકારીઓને જેવું માર્ગનું કામ પૂરું થાય તે સાથે તાત્કાલિક તેમને જાણ કરવા જણાવ્યું હતું. આ DMની વાત સાંભળીને યુવતી ખુશીથી તેના ઘરે ગઈ.

બી.એડ પાસ કરિશ્માના લગ્ન 27 ફેબ્રુઆરીએ થવાના છે. જે ગામમાં કરિશ્મા રહે છે તેના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. દરેક જગ્યાએ કાદવ અને ખાડાઓ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાત્રે અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, કેવી રીતે કરિશ્માની જાન તેના ઘરે પહોંચશે, તેનાંથી તે ચિંતિત હતી.

કરિશ્માના પરિવારજનોનું કહેવું છે કે જ્યારે લગ્નનો વરઘોડો તૂટેલા રસ્તેથી તેના ઘરે આવો તો સાસરિયામાં તેની બહુજ બદનામી થતી અને જાનૈયાઓને કોઈન પરેશાની ન થાય તે માટે કરિશ્માએ DM પાસે રસ્તો બનાવવાની વિનંતી કરી હતી.

આ કેસમાં DM ચંદ્ર ભૂષણસિંહે કહ્યું કે, કરિશ્મા નામની એક છોકરી અહીં આવી હતી. અમારી પાસેની તેની અરજીમાં લખ્યું છે કે તેણીનાં 27 ફેબ્રુઆરીએ લગ્ન થવાના છે અને ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે. આને કારણે, જાનૈયાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

તેમની અરજીની નોંધ લેતાં ડીઆરડીઓને તાત્કાલિક કહેવામાં આવ્યું છે કે સંબંધિત અધિકારીને ગામમાં મોકલવામાં આવે. મનરેગા દ્વારા અથવા કોઈપણ યોજના દ્વારા તુરંત રસ્તો બનાવવાનું કામ શરૂકરો અને લગ્ન પહેલા આખો રસ્તો બનાવી દો.