વિધવા વહુને કોલેજ કરાવી ને રંગચંગે નાના સગા દિયર સાથે સાસરિયાએ કરાવ્યાં હતા લગ્ન

નાગદાઃ પરિણીત સ્ત્રી નાની ઉંમરમાં વિધવા થાય તો તેના માટે આખું જીવન એકલતામાં પસાર કરવું મુશ્કેલ બની જાય છે. આજથી ત્રણ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોરના નાગદામાં પણ કંઈક આવી જ ઘટના બની હતી. પરિણીતીના લગ્નને હજી માંડ બે વર્ષ થયા હતા અને પતિનું અકસ્માતમાં મોત થયું હતું. જોકે, આ સમયે સાસરીયાએ વહુને દીકરીની જેમ સાચવી હતી. આ કિસ્સો  હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

સાસરીયાએ વહુને ઘરની અંદર બંધ કરીને રાખી નહોતી. ના તો તેને પિયર પાછી ધકેલી દીધી હતી. સાસરિયાએ વહુને આગળનો અભ્યાસ ફરી શરૂ કરાવ્યો હતો અને તેને ગ્રેજ્યુએશનની ડિગ્રી અપાવી હતી. આટલું જ નહીં વહુને દીકરીની જેમ સાચવીને તેના બીજા લગ્ન પણ કરવવામાં આવ્યા હતા.

જાટ કમ્યુનિટીના રાજેન્દ્ર ચૌધરી ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન છે. અંદાજે સાડા પાંચ વર્ષ પહેલાં એટલે કે 17 ફેબ્રુઆરી, 2012ના રોજ ત્રણ દીકરામાંથી સૌથી મોટો દીકરો આઈટી એન્જિનિયર સુમિતના લગ્ન બખતગઢના જાટ પરિવારની દીકરી ગાયત્રી સાથે કરવામાં આવ્યા હતા. જોકે, બે વર્ષ બાદ એટલે કે 2 જૂન, 2014ના રોજ સુમિતનું અકસ્માતમાં મોત થયું હતું. માતા-પિતા પર તો આભ તૂટ્યું પડ્યું હતું. જોકે, પત્ની અને સાત મહિનાની દીકરી ધનવી નિરાધાર થઈ ગયા હતા. તેમને ખ્યાલ નહોતો કે હવે આગળ શું કરવાનું છે.

રાજેન્દ્ર દીકરો ગુમાવ્યો બાદ હિંમત હારી નહોતી. તેમણે વહુનું ગર્લ્સ કોલેજમાં એડમિશન લીધું હતું. અહીંથી ગ્રેજ્યુએટ થઈને વહુ પોતાની જ્ઞાતિમાં પ્રેરણા બની હતી. ભણી લીધી બાદ રાજેન્દ્રે પોતાની વહુ ગાયત્રીના લગ્ન પોતાના નાના દીકરી હિતેશ સાથે કરાવ્યા હતા.

પરંપરાઓ ફગાવી દીધીઃ રાજેન્દ્રે ચૌધરીએ કહ્યું હતું કે જાટ કમ્યુનિટીમાં પતિના મોત બાદ છ મહિના સુધી વહુએ પડદાંમાં રહેવું પડે છે. વિધવા વહુને અછૂત સમજીને ભોજન આપવામાં આવે છે અને તેનાથી દૂર રહેવામાં આવે છે. જોકે, તેમણે આવી કોઈ જ પરંપરાનું પાલન કર્યું નહોતું.

માતાના પૂજનથી લઈ મંડપ સુધી, તમામ રીત રિવાજ થયાઃ લગ્નની તૈયારીઓ મહિનાઓથી શરૂ કરી દેવામાં આવી હતી. દુલ્હનના કપડાંથી માંડીને વરરાજાની શેરવાની સ્પેશિયલ રીતે તૈયાર કરવામાં આવી હતી. સૌ પહેલાં વરરાજા હિતેષ તથા દુલ્હન ગાયત્રીએ માતાના મંદિરમાં પૂજા કરી હતી.

લગ્ન બપોરના ત્રણ વાગે મંડપ વિધિ હતી. ચાર વાગે દુલ્હન વેડિંગ વેન્યૂ પર આવી હતી. વરરાજા જાન લઈને આવ્યો હતો. પાંચ વાગે હિતેષ ઘોડી પર બેસીને પરણવા આવ્યો હતો. લગ્નમાં મહેમાનોએ ધમાકેદાર ડાન્સ કર્યો હતો. લગ્ન પરિવાર તથા મિત્રોની હાજરીમાં સંપન્ન થયા હતા.

કરિયાવર પણ આપ્યો: હિતેષ એમબીએ છે. હાલમાં જે ભોપાલ બૈરાગઢમાં ઈન્ડસ લેન્ડ બેંકમાં કામ કરે છે. રાજેન્દ્રે દીકરાના મોત બાદથી કારોબારમાં દર મહિને ચોક્કસ રકમ વહુના નામે મૂકવાનું શરૂ કર્યું હતું. વહુ આ રકમ પોતાની મરજી પ્રમાણે ઉપયોગમાં લઈ શકશે. આટલું જ નહીં દીકરીની નામ પણ પૈસા મૂક્યા છે. વીમો પણ કરાવ્યો છે, જે તે સગીર વયની થશે ત્યારે મળશે.