અંબાજી: સમૂહલગ્નમાં 100 વર્ષની ઉંમરના 10 જેટલા કપલ લગ્નગ્રંથીથી જોડાયા

અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી લાખો કરોડો લોગોના આસ્થાનું કેન્દ્ર છે. અંબાજીમા માં અંબાના સાનિધ્યમાં અનેકો શુભ પ્રસંગ અને કાર્યક્રમો થતાં હોય છે. ત્યારે સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણ સમિતિ દ્વારા 802 જોડોનું અનોખા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 100 વર્ષની ઉંમરના 10 જોડા અને 80થી 90 વર્ષની ઉંમરના 200 જોડાઓ લગ્નગ્રંથીથી જોડાયા હતાં. જ્યારે પરિણીત દંપતીઓની સાથે ત્રણ પેઢી સુધીના લોકો હાજર રહ્યાં હતાં.

સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણ સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું. અંબાજીમાં યોજનાર સમૂહલગ્નમાં ડુંગરી આદિવાસી ગરાસિયા જનજાતિને હિન્દૂ રીતિ રિવાજ મુજબ લગ્નના બંધનમાં બાંધવામાં આવ્યા હતા અને સમાજમાં હિન્દૂ ધર્મ અને પોતાના ઈતિહાસ વિસે જાગ્રુક કરવામાં આવ્યા હતા.

સમાજ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અંબાજીમાં સમૂહલગ્ન દર વર્ષે યોજાય છે. સમૂહલગ્નમાં 100 વર્ષની ઉંમરના 10 જોડા અને 80થી 90 વર્ષના ઉંમરના 200 જોડા અને 60થી 70 વર્ષની ઉંમરના 300 જોડા અને 35થી 60 વર્ષની ઉંમરના 192 જોડાઓ લગ્નગ્રંથીથી જોડાયા હતાં.

સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા દ્વારા આયોજિત સમૂહલગ્નમાં 802 જોડા ગરાસિયા સમાજ દ્વારા લગ્ન માટે રજીસ્ટેશન કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે 802 જોડા સમૂહલગ્નમાં પહલી વાર નોંધાયા છે.

યાત્રાધામ અંબાજીમાં યોજનાર મહા સમુહલગ્નની વ્યવસ્થા અને લગ્ન માટે ઉપયોગમાં આવતી તમામ સામગ્રી માટે સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સુધારણ સમિતિ અને દાનદાતાઓનો સહયોજ તારીફે કબીલ હતો જે એવી મહા સમુહલગ્નને યોજનાબદ્ધ તરીકે સંપન્ન થયો હતો.

આ સમૂહલગ્નમાં રાજસ્થાનના શિહોરી સ્ટેટના રાજવી રઘુવીરસિંહજી, વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહજી, દાંતા સ્ટેટના રિદ્ધિરાજસિંહજી, ચિતલવાનના મોહનસિંહજી, પોશીના સ્ટેટના હરેન્દ્રપાલસિંહજી અને કટોસણ સ્ટેટના ધર્મપાલસિંહજી હાજર રહ્યાં હતાં.

આ સમૂહ લગ્નમાં 100 વર્ષની ઉંમરના 10 જોડા અને 80થી 90 વર્ષની ઉંમરના 200 જોડાઓ લગ્નગ્રંથીથી જોડાયા હતાં. જ્યારે પરિણીત દંપતીઓની સાથે ત્રણ પેઢી સુધીના લોકો હાજર રહ્યાં હતાં.