100 કમાન્ડોએ આ રીતે શહીદ ભાઈની બહેનના લગ્નમાં ફરજ નિભાવી

આમ તો લગ્નના ઘણાં કિસ્સા સામે આવે છે. પણ આજે અમે તમે એક એવા લગ્ન વિશે જણાવીએ જે અત્યારસુધીના દરેક લગ્નથી અલગ છે. બિહારમાં ગત 3 જૂને એક ઐતિહાસિક લગ્ન સંપન્ન થયા હતાં. આવો લગ્ન સમારોહ આજથી પહેલાં ક્યારેય યોજાયો હશે નહીં. જેમાં દુલ્હના એકને એક શહીદ ભાઈની કમી પુરી કરવામાં આવી હતી. લગ્નમાં ભાઈના એક નહીં, પણ 100થી વધુ સાથી જવાન ફ્રેન્ડ આ લગ્નમાં સામેલ થયા અને દરેક જવાનોએ એવું કાર્ય કરીને બતાવ્યું કે, જેને જોઈને બહેનની આંખો ભીની થઈ ગઈ હતી. આ ચારેય તરફ માત્ર તેના જ વખાણ થતાં હતાં.

માત્ર એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ શશિકલા નિરાલાના લગ્નની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. દરેક આ લગ્નની જ વાત કરી રહ્યા છે અને વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. જેમાં આપણાં ભારતીય સેનાના 100 ગરુડ કમાન્ડો સામેલ થયાં હતાં. આ કમાન્ડો લગ્ન સમારોહમાં પહોંચ્યા અને શશિકલાની લગ્ન શાહી લગ્ન બની ગયા. આ ઉપરાંત શશિકલાને તેના એકને એક ભાઈ જ્યોતિ પ્રકાશ નિરાલાની કમી પણ અહેસાસ થઈ નહીં. કેમ કે ભારતીય સેનાના 100 ગરુડ કમાન્ડોએ નવી નવેલી દુલ્હનને પોતાની સગી બહેન જેવી રીતે વિદાય આપી હતી.

આ કમાન્ડો ન માત્ર શશિકલાના લગ્ન સમારોહમાં સામેલ થયાં પણ ધામધૂમથી તેમના લગ્ન કરાવ્યા. એટલું જ નહીં વિદાયની મંગળ ઘડી આવી ત્યારે તે ભારતીય સેનાના 100 ગરુડ કમાન્ડોએ દુલ્હનને જમીન પર પગ રાખવા દીધો નહીં. દુલ્હનના દરેક પગલા પર ભારતીય સેનાના 100 ગરુડ કમાન્ડોએ પોતાના હાથ પાથરી દીધા. શહીદ જ્યોતિ પ્રકાશ નિરાલાના સાથી 100 ગરુડ કમાન્ડોએ જે રીતે શશિકલાના લગ્નમાં હર્ષ, ઉલ્લાસ અને ઉંમગ ભરી દીધો. આ દૃશ્ય જોઈને શહીદના પિતા તેજનારાયણસિંહની આંખો પણ ભરાઈ ગઈ હતી. તેમણે દીકરી શશીકલાના લગ્નને પોતાના જીવનની સૌથી સ્મરણીય ક્ષણ ગણાવી અને કહ્યું કે, દીકરા જ્યોતિ સાથે શશિકલાને પણ એકને એક ભાઈની કમી અનુભવવા ના દીધી.

વાયુસેનાના શહીદ જવાન જ્યોતિ પ્રકાશ નિરાલા તેમના પિતાના એકને એક દીકરા હતાં. સાથે જ પોતાના પરિવારમાં એકલા કમાવનારા પણ હતાં. બિહારના રોહતાસ જિલ્લામાં રહેતાં જ્યોતિ શહિદ થયાં પછી પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એવામાં જ્યારે બહેન શશિકલાના લગ્નની વાત આવી તો એક મોટો પડકાર હતો. પણ અંતિમ સમય પર જ્યોતિ પ્રકાશ નિરાલાના રેજિમેન્ટના સાથે લગ્ન સમયે પહોંચ્યા અને એટલું જ નહીં માત્ર બહેનના લગ્ન સંપન્ન કર્યા, પણ દરેક કમાન્ડોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કરી. આ જોઈને શશિકલાની વિદાય પછી જ્યોતિ પ્રકાશના ઘરવાળાની આંખો ભીની થઈ ગઈ. જ્યોતિના માતા-પિતાએ કહ્યું કે, ”અમે એક દીકરો ખોયો, પણ આજે અમને તેના બદલામાં આટલા બધા દીકરા મળી ગયાં. આ દીકરાઓએ સાબિત કરી દીધું કે સૈનિકના શહીદ થયા પછી તેનો પરિવાર એકલો હોતો નથી. આખો દેશ તેની સાથે હોય છે.”

દુલ્હનનો ભાઈ જ્યોતિ પ્રકાશ નિરાલા ભારતીય વાયુસેના (IAF)ની એક ટુકડીમાં ગરુડ કમાન્ડોનો ભાગ હતો. નિરાલા 18 નવેમ્બર 2017માં આતંકવાદીઓ સામે લડતી વખતે શહીદ થયા હતાં. જમ્મુ-કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં ચંદરનગર ગામમાં આંતકીઓ છુપાયા હોવાની માહિતી પર રાષ્ટ્રીય રાઇફલ્સે ઓપરેશન કરવાનો ઓર્ડર મળ્યો, કદાચ તમને ખબર હોય કે, રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડીમાં ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડો પણ હોય છે. સૌથી મોટી વાત છે કે, આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલાં આ ઓપરેશનનું નેતૃત્વ પણ ગરુડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલા કરી રહ્યા હતાં.

આ દરમિયાન ખૂબ જ મોટી દુર્ઘટના થઈ અને ઘરને ઘેરીને ઊભેલાં જવાનો પર આતંકીઓએ ગોળી ચલાવી જેમાં નિરાલા શહીદ થઈ ગયા. જ્યોતિ પ્રકાશ નિરાલા તે સમયે આતંકી સામેના ઓપરેશન દરમિયાન શહીદ થયાં હતાં. જેમાં આતંકીઓનો આકા મસૂદ અઝહરનો ભત્રીજો તલ્હા રશીદ માર્યો ગયો હતો. તેમનું આ કાર્ય અત્યંત સરાહનીય હતું પણ સરકારે શહીદ નિરાલાને મરણોપરાંત અશોક ચક્ર વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા. જ્યોતિ પ્રકાશ નિરાલા તરફથી અશોક ચક્ર લેવા આવેલી માતા અને પત્નીને આ સન્માન આપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ભાવુક થઈ ગયા હતાં.