શરીર આપવા લાગે આ સંકેતો તો સમજી જાવ કે શરીરમાં છે પાણીની કમી

અમદાવાદઃ આપણા શરીરમાં 66% જેટલુ પાણી છે અને શરીર માટે સૌથી જરૂરી તત્વો પૈકી એક પાણી છે, જે આપણા શરીરમાં તરલ પદાર્થોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને પાચનને સારૂ રાખે છે. ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત અનેક જરૂરી કાર્યો કરે છે. શરીરમાં પાણીની કમી થઈ જાય તો શરીર પર આની ગંભીર અસરો પડી શકે છે. આથી જાણવું જરૂરી છે કે કયા શીરીરિક લક્ષણોથી પાણીની કમીના સંકેત મળે છે, જેથી આ કમીને સમય રહેતા જ દુર કરી શકાય.

  • માથાનો દુઃખાવો: શરીરમાં પાણીની કમી થાય તો માથામાં ઓક્સિજન અને રક્તનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને માથાના દુઃખાવાની ફરિયાદ રહે છે. હવે માથુ દુઃખે તો એક ગ્લાસ પાણી પીને ચેક કરી લેજો
  • શ્વાસની દુર્ગંધ : મોંમાં બનતી લાળ એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જેથી હાનિકારક બેક્ટેરિયાને દુર કરે છે. પાણીની કમીના કારણે પુરતી લાળ બની શકતી નથી અને બેક્ટેરિયાના કારણે દુર્ગંધ આવે છે
  • યાદશક્તિ કમજોર થવી : પાણીની કમીના કારણે વિચારવા, સમજવા અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. જેના કારણે યાદશક્તિ ઘટે છે
  • વધારે ખાવાનું મન થવુ: શરીરમાં પાણીની કમીથી મગજને ભૂખના ખોટા સંકેતો મળે છે પરંતુ હકીકતમાં તરસ લાગી હોય છે. હવે ક્યારેય જો કંઈ નમકીન ખાવાનું મન થાય તો એક ગ્લાસ લીંબુ પાણી પીજો
  • થાક અને સુસ્તી : પાણીની કમીના કારણે શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનની કમી થવા લાગે છે જેથી થાક અને સુસ્તી મહેસુસ થાય છે
  • બેજાન ત્વચા : સ્વસ્થ ત્વચા માટે તેમાં મોઈશ્ચર જળવાઈ રહેવું જરૂરી છે. પાણીની કમી હોય તો ત્વચા શુષ્ક અને બેજાન થઈ જાય છે.
  • હૃદયની ગતિ વધવી :પાણીની માત્રા શરીરમાં ઓછી થાય તો રક્ત સંચરણ તંત્ર પ્રભાવિત થાય છે. પ્લાઝ્માની માત્રા ઓછી થઈ જાય છે અને હૃદયની ગતિ વધી જાય છે
  • માંસપેશીઓમાં દર્દ :કરોડરજ્જુ અને કાર્ટિલેજના નિર્માણમાં 80% પાણી ભૂમિકા નિભાવે છે. શરીરમાં પાણીની કમી થાય તો સાંધાનો દુઃખાવો, સોજા અને માંસપેશીઓમાં દર્દ થવા લાગે છે
  • કબજિયાતની સમસ્યા :પાણીની કમીથી પાચનની ક્રિયા મંદ પડી જાય છે અને કબજિયાતની સમસ્યા રહેવા લાગે છે
  • યૂરિનની ઓછી માત્રા :દિવસમાં 2-3 વાર જ યૂરિન જવું પડે છે જેથી ઝેરી તત્વો બહાર નિકળી શકતા નથી અને યૂરિનનો રંગ પીળો થઈ જાય છે.