જન્મદિવસ મનાવવાનું બહાનું કાઢીને હોટલના માલિક સાથે આ છોકરીએ કર્યું કંઈક આવું

ચંદીગઢઃ પોલીસે એક રેસ્ટોરન્ટ સંચાલકને બેભાન કરી તેના અશ્લીલ ફોટા પાડી બે લાખ રૂપિયાની માંગણી કરવા અને ન આપે તો બળાત્કારનો કેસ કરી ફસાવવાની ધમકી આપવા બદલ એક છોકરી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

હરિયાણામાં આવેલા ફતેહબાદ પોલીસે રેસ્ટોરન્ટના સંચાલકની ફરિયાદના આધારે ચારેય વિરૂદ્ધ કેસ દાખલ કરી અદાલતમાં રજૂ કર્યા હતાં. જ્યાં જજે ચારેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આરોપી યુવાનોમાં હૈદરવાલા નિવાસી ગુરમીત, સોમી અને જગમીતનો સમાવેશ થાય છે. પોલીસને આપેલ ફરિયાદમાં રેસ્ટોરન્ટ સંચાલકે જણાવ્યું કે, 15 માર્ચે બપોરે લગભગ એક વાગે એક છોકરી તેમની રેસ્ટોરન્ટમાં આવી અને કહ્યું કેટલીક સહેલીઓ સાથે તેને બર્થડે ઉજવવો છે. એટલે તે અહીં જગ્યા જોવા આવી છે.

ત્યારબાદ સંચાલક તેને બીજા માળ પર હોલ બતાવવા લઈ ગયા. જ્યાં યુવતીએ સંચાલકના ચહેરા પર હાથ ફેરવતાં કહ્યુ કે, અંકલ આ તમારા ચહેરા પર રાખ જેવું શું છે. ત્યારે તે પોતે બેભાન થઈ રહ્યા છે તેવો આભાસ થયો. હોશમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, આ શું કર્યું તો એ છોકરીએ કહ્યું કે નીચે જઈને વાત કરીએ અને તે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ.

આરોપીઓએ વીડિયો કોલિંગ કરવા કરી જબરદસ્તીઃ રેસ્ટોરન્ટ સંચાલકના જણાવ્યા અનુસાર, એ જ રાત્રે લગભગ આઠ વાગે એ છોકરીનો ફોન આવ્યો કે તેનો એક વીડિયો બનાવવામાં આવ્યો છે. જે તેનાં ઘરવાળાંને મોકલવામાં આવશે. જેનાથી તેની બદનામી થશે. છોકરીએ કહ્યું વીડિયો કોલ કરો, પરંતુ તેણે ના પાડી દીધી. ત્યારબાદ તેણે કહ્યું કે, તમારા પર એ વ્યક્તિનો ફોન આવશે, જેણે તમારો વીડિયો બનાવ્યો છે.

ત્યારબાદ એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, તમે રેસ્ટોરન્ટમાં છોકરી સાથે ખોટું કામ કર્યું છે, ત્યારબાદ તેણે એક ફોટો મોકલ્યો અને કહ્યું વીડિયો કોલ કરો. બીજા દિવસે ફરીથી એ જ છોકરીનો ફોન આવ્યો કે, હવે તો તમારી પાસે ફોટો પણ આવી ગયો છે એટલે હવે એ છોકરા સાથે મળીને નિર્ણય લઈ લો.

ત્યારબાદ રેસ્ટોરન્ટ માલિકના ભાઇના મોબાઇલ પર ફોન કરી કહ્યું કે, તમારા ભાઇએ એક છોકરી સાથે ખોટું કામ કર્યું છે. આ માટે જો અમને બે લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો અમે બળાત્કારનો કેસ કરી દેશું. ત્યારબાદ છોકરા અને છોકરીએ વોટ્સએપ મેસેજ મોકલી આ રકમ બે લાખથી ઘટાડીને વીસ હજાર રૂપિયા આપવાની વાત કહીં.

આરોપીઓની ધરપકડ કરી મોકલ્યા કસ્ટડીમાં- સ્ટેશન ઈન્ચાર્જ સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ચારેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. ત્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.