અડધી રાતે મહિલાઓ ભરે છે બજાર, ટોર્ચ લઇને લોકો આમ ખરીદે છે સામાન

નવી દિલ્હી: દિલ્લીમાં આમ તો અનેક માર્કેટ્સ છે. આજે અમે આપને જે માર્કેટ વિશે જણાવી રહ્યા છીએ ત્યાં મહિલાઓ સાંજથી લઇને સવારના ચાર વાગ્યા સુધી રસ્તામાં બેસીને પોતાની દુકાન સજાવે છે. સવારે ચાર વાગ્યે શરૂ થતા આ માર્કેટની ખાસિયત છે તે તેમાં લાગેલી હજારો દુકાનોમાં 70-80 ટકા દુકાનદાર મહિલાઓ છે. ટોર્ચના પ્રકાશમાં લોકો ખરીદે છે સામાન…

પશ્ચિમી દિલ્લીના રઘુવીર નગરમાં લાગેલું છે આ જૂના કપડાંનું માર્કેટ. લગભગ 5 એકર જમીનમાં ફેલાયેલા આ બજારને ઉત્તર ભારતનું સૌથી મોટું અને જૂનું કપડાંનું માર્કેટ ગણવામાં આવે છે. તે સવારે ચાર વાગે શરૂ થાય છે અને સવારે 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ માર્કેટમાં મોટાભાગની દુકાનદાર ગુજરાતના વાઘરી સમાજની છે, જે કામની શોધમાં ગુજરાતથી દિલ્લી આવી હતી. આ માર્કેટમાં લગભગ પાંચ હજારથી પણ વધારે દુકાનો લાગેલી છે જેમાં મહિલાઓ બેસે છે અને સામાન વેચે છે. રાતના અંધારામાં લોકો સામાન ખરીદવા આવે છે. આ કારણે મોટાભાગના લોકો ટોર્ચ સાથે લાવે છે જેથી તેઓ સારો સામાન ખરીદી શકે.

ક્યાંથી આવે છે જૂના કપડાં?
અનેક લોકોના મનમાં સવાલ ઊઠે છે કે આ દુકાનદાર જૂના કપડાં ક્યાંથી લાવે છે? જો કે આ માર્કેટ રાતના સમયે ભરાય છે. આ કારણે દિવસે મહિલાઓ દિલ્લીના અનેક વિસ્તારમાં ફેરી લગાવીને જૂના કપડાંના બદલે નવા વાસણ વેચે છે. ત્યાંથી જે કપડાં જમા થાય છે તેને સુધારીને તેઓ રાતે ઓછા ભાવોમાં વેચી દે છે. આ બજારમાં કપડાં સસ્તામાં મળી જાય છે. જેના કારણે અહીં લોકોની ભીડ પણ વધારે રહે છે. અહીં તમને 50-100 રૂપિયામાં પગરખાં, 10-30 રૂપિયામાં શર્ટ, 10-50 રૂપિયામાં પેન્ટ, 20-30 રૂપિયામાં જીન્સ અને 10-50 રૂપિયામાં લેડીઝ ટોપ અને 20-40 રૂપિયામાં સાડી મળે છે.

12 વાગ્યાથી જોડાઇ જાય છે દુકાનદાર
આમ તો માર્કેટ સવારે ચાર વાગ્યાથી ખુલે છે પણ દુકાનદાર સારી જગ્યા લેવા માટે રાતે 12 વાગ્યાથી અહીં જમા થઇ જાય છે. દરેક લોકો સાડીઓની મદદથી પોતાની જગ્યા બુક કરે છે. આ માર્કેટથી સામાન ખરીદવા દિલ્લી સિવાય જયપુર, અલવર, ફરીદાબાદ, મેરઠ, મથુરા, સિરસા, હિસાર, ચંડીગઢ, લુધિયાણા, પટિયાલા એટલે કે રાજસ્થાન, યૂપી, હરિયાણા, પંજાબ અને ગુજરાતના તમામ શહેરો અને ગામથી લોકો આવે છે.

અનેક વેપારીઓ પણ આવે છે સામાન ખરીદવા
આ બજારમાં ફક્ત સામાન્ય લોકો નહીં પણ અનેક વેપારીઓ પણ સામાન ખરીદવા આવે છે. તેઓ અહીંથી સામાન ખરીદે છે તેને યોગ્ય રૂપ આપે છે અને પછી વધારે રૂપિયામાં વેચે છે. અહીં આવનારા લોકો ટોર્ચ લઇને આવે છે જેથી જોઇ શકાય કે સામાનમાં કોઇ ડિફેક્ટ તો નથી ને?