PM નરેન્દ્ર મોદીની ફેવરિટ ડીશ, આ ફેવરિટ ડિશની તો ઐશ્વર્યા રાય પણ છે દિવાની

નવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બરના પીએમ મોદીનો જન્મદિવસ છે. સામાન્ય રીતે આ વયમાં ભારતીય લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ અને નબળાઈ જોવા મળતી હોય છે. જોકે પીએમ મોદી તો યુવાનોની જેમ જોશમાં જ જોવા મળે છે. જોકે તેનું કારણ તેમનું બેલેન્સ્ડ ફૂડ છે. પીએમ મોદીને હેલ્ધી અને સાદુ ભોજન જ ગમે છે. તેમને તેલ-મસાલાવાળું તથા ઈટાલિયન-ચાઈનીઝ ફૂડ સામે દેશી અને ખાસ તો ગુજરાતી ભોજન વધુ ગમે છે. પીએમ મોદીને 2 વસ્તુઓથી નફરત છે, આ 2 વસ્તુઓની સાથે અમે તમારી સમક્ષ તેમની 5 ફેવરિટ ડિશ વિશે પણ જણાવી રહ્યાં છીએ.

ઢોકળા- નરેન્દ્ર મોદીની ફેવરિટ વસ્તુઓમાં નંબર-1 છે ઢોકળા. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે- જો કોઈને ઢોકળા નથી ગમતા તો તે સાચો ગુજરાતી જ નથી.

ખાંડવીઃ પીએમ મોદી ચા સાથે ખાંડવી લેવાનું પસંદ કરે છે. આ ડિશને રાઈ અને મીઠા લીમડાથી સજાવવામાં આવે છે. આ ડિશ ચણાના લોટમાંથી બને છે. એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને પણ ખાંડવી ઘણી ગમે છે.

ખીચડીઃ પીએમ મોદીને પોતાની માતાના હાથની બનેલી ખીચડી ઘણી ગમે છે. પીએમના પર્સનલ શેફએ જણાવ્યું હતું કે, પીએમ મોદી અઠવાડિયામાં 3 દિવસ ખીચડી ખાય છે.

કેરીનો છૂંદોઃ પીએમ મોદીની પ્લેટમાં તમને કેરીનો છૂંદો ચોક્કસ જોવા મળશે. તેમને કેરીનો છૂંદો ઘણો પસંદ છે.

શ્રીખંડઃ સ્વિટમાં પીએમ મોદીની પસંદ છે શ્રીખંડ. આ દહીમાંથી બને છે. તેમાં પિસ્તા-બદામ સહિતની વસ્તુઓ સામેલ હોય છે.

પીએમ મોદીને 2 વસ્તુઓથી નફરત છે. નરેન્દ્ર મોદી શુદ્ધ શાકાહારી છે અને તેમને નોનવેજ ફૂડ જરાય પસંદ નથી. આ ઉપરાંત પીએમ મોદી દારૂથી પણ દૂર જ રહે છે. તેમને દારૂ અને સ્મોકિંગથી નફરત છે. પીએમ મોદીની પ્લેટમાં તમને કેરીનો છૂંદો ચોક્કસ જોવા મળશે. તેમને કેરીનો છૂંદો ઘણો પસંદ છે.