ભારતની છ મિસ વર્લ્ડને કેવા વિચિત્ર પ્રશ્નો પૂછાયા હતા? જાણો જવાબ

મુંબઈ: બે વર્ષ પહેલાં વર્ષ 2017માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર દ્વાર આપવામાં આવેલા જવાબોની ચર્ચા થઇ હતી. આ પ્રતિયોગિતામાં માનુષીને પૂછવામાં આવ્યું કે દુનિયાના કયા વ્યવસાયની સેલેરી સૌથી વધારે હોવી જોઇએ અને શા માટે? માનુષીએ તેનો જવાબ આપતાં કહ્યું કે મા હોવાની જોબ સૌથી સુંદર છે. વાત પૈસાની જ નહીં પણ પ્રેમ અને સમ્માનની હોય તો માને સૌથી વધારે સેલેરી મળવી જોઇએ. માનુષીના આ જવાબની ચર્ચા દરેક જગ્યાએ થઇ. સૌએ તેના વખાણ કર્યા. માનુષી પહેલાં પણ ભારતમાંથી મિસ વર્લ્ડનો તાજ મેળવનારી મહિલાઓએ આવા વિચિત્ર સવાલોના જવાબ આપ્યા છે. જાણો શું હતા એ પ્રશ્નો અને તેના કેવા જવાબ આપીને ભારતની પાંચ સુંદર મિસ વર્લ્ડની પસંદગી કરાઇ હતી?

રીતા ફારિયા:
1966માં રીતા ફારિયા ભારત અને એશિયાની પહેલી એવી યુવતી હતી જેઓએ મિસ વર્લ્ડનો ખિતાબ મેળવ્યો હતો. તે મોડલિંગના વ્યવસાયમાં અનેક દિવસો સુધી ન રહી અને ડોક્ટર બની ગઇ. તેને પૂછવામાં આવ્યું કે તમારે ડોક્ટર કેમ બનવું છે તો તેના જવાબમાં તેઓએ કહ્યું કે ભારતમાં લેડી ડોક્ટરની હાલત ઘણી ખરાબ છે. આ માટે એક ડોક્ટર બનીને લોકોની મદદ કરવા ઇચ્છું છું.

ઐશ્વર્યા રાય:
1994માં મિસ વર્લ્ડ બનનારી ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું કે તમે મિસ વર્લ્ડનો ખિતાબ મેળવીને શું કરશો? 1994ની મિસ વર્લ્ડમાં શું ખાસિયત હોવી જોઇએ? તેનો જવાબ આપતાં ઐશ્વર્યાએ જણાવ્યું કે આજે હું મિસ વર્લ્ડ બની તો પોતાની જવાબદારીને પૂરી ઇમાનદારી સાથે નિભાવીશ. મારી કોશિશ રહેશે કે શાંતિ, સૌહાર્દ અને દયાની સારી એમ્બેસડર બની રહું. મારા માટે યોગ્ય મિસ વર્લ્ડ એ જ છે જે સાચા અને યોગ્ય વ્યક્તિ હોય.

ડાયના હેડન:
1997માં ડાયના હેડન મિસ વર્લ્ડ બની. તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે મિસ વર્લ્ડ બનો છો તો ઇનામની રકમનું શું કરશો? શું તમે આ રાશિ દાનમાં આપી દેશો? ડાયનાએ જવાબમાં કહ્યું હતું કે હું પોતાની આ રકમને કોઇ અન્યની સાથે શા માટે શેર કરું? આ રૂપિયા મને ઇનામમાં મળ્યા છે જેને હું મારા દોસ્તો અને પરિવાર પર ખર્ચ કરવાનું પસંદ કરીશ. આ સિવાય પણ જ્યાં મારું મન હશે ત્યાં હું તેને રોકીશ.

યુક્તા મુખી:
1999માં યુક્તા મુખીને મિસ વર્લ્ડ પ્રતિયોગિતા સમયે પૂછવામાં આવ્યું કે તમારું ફેવરિટ ફૂડ કયું છે? જો તમે દુનિયામાં કંઇ પણ બની શકી હોત તો શું બનવાનું પસંદ કરત. તમે કયા દેશમાં જવાનું પસંદ કરતા? તેના જવાબમાં યુક્તાએ કહયું કે હું છેલ્લા 20 વર્ષોથી ભારતીય ફૂડ ખાઉં છું, તેમ છતાં હું તેનાથી ક્યારેય બોર થઇ નથી. સાથે જ થાઇ ફૂડ પણ મને પસંદ છે. હું પોતાની મરજીથી દુનિયામાં કંઇ બની શકતી તો બ્રિટિશ કલાકાર આડ્રી હેપબર્ન બનાવાનું પસંદ કરતી. તેમની સુંદરતા અને દયાના ભાવને હંમેશા હું પસંદ કરતી આવી છું. ભારત સિવાય પેરિસ, ફ્રાંસ જવાનું મને ગમશે. કેમકે આ મોડલ્સ માટેની બેસ્ટ પ્લેસ છે અને હું ત્યાં ક્યારેય ગઇ નથી.

પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડાને આ સ્પર્ધા સમયે સવાલ કર્યો કે ગયા વર્ષની મિસ વર્લ્ડ યુક્તા મુખી પણ ભારતની જ હતી તો આ કારણે શું તમે કોઇ દબાવ અનુભવો છો? તમે કોને સૌથી વધારે કામયાબ લિવિંગ વૂમન માનો છો અને શા માટે? પ્રિયંકાએ આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે હું પ્રેશરમાં સૌથી સારું કામ કરી શકું છું. જ્યારે પ્રેશર રહે છે ત્યારે તેની આશા વધારે રહે છે અને કામયાબ થવા માટે હું ઉત્સાહ સાથે કામ કરું છું. પ્રિયંકા વધુમાં કહે છે કે મારી નજરમાં સૌથી કામયાબ લેડી મધર ટેરેસા છે અને તેઓએ પોતાની જિંદગી લોકોના ચહેરા પર સ્માઇલ લાવવામાં વીતાવી દીધી. હું મધર ટેરેસાનું ખૂબ જ સમ્માન કરું છું.