ભાજપના ધારાસભ્ય જતા હતા અને ફોર્ચ્યુનર પુલ પરથી 30 ફૂટ નીચે પટકાઈ

ભાજપના ધારાસભ્યને એક ખૂબ ગમ્ખવાર અકસ્માત નડ્યો હતો. ભાજપના ધારાસભ્યની કાર ફોર્ચ્યુનર કાર પુલ પરથી નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું હતું. જેને ક્રેનથી બહાર કાઢવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટન પાસે શનિવારે સવારે ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોરની ફોર્ચ્યુનર કાર પુલ પરથી પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોર ઉપરાંત તેમના બે ગાર્ડ અને ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સંભવતઃ ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર લોનંદ-ફલટન રોડ પરના પુલથી લગભગ 30 ફૂટ નીચે પડી હતી.

આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોર અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. જયકુમાર ગોરને પુણેના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘાયલોની અન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જયકુમાર ગોર મહારાષ્ટ્રના સતારા જિલ્લાની માન વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.