કપલે વૃદ્ધાવસ્થામાં કરાવ્યું વેડિંગ ફોટોશૂટ, તસવીરોએ જીતી લીધું લોકોનું દીલ

લગ્નના 58 વર્ષ બાદ કેરળના વૃદ્ધ કપલે વેડિંગ ફોટોશૂટ કરાવ્યું તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ તસવીરોને ઈન્ટરનેટ પર ઈન્સ્ટાગ્રામ યુઝર Photography Athreyaએ શેર કરી હતી. તેણે લખ્યું કે,‘મે પોતાના દાદા-દાદીને તેમના લગ્નની તસવીરો અંગે પ્રશ્ન કર્યો તો તેમણે જણાવ્યું કે તેમની પાસે તે સમયની એક પણ તસવીર થી, તેથી મે નક્કી કર્યું કે તેમનું વેડિંગ ફોટોશૂટ કરીશ. જેનું પરિણામ તમારી સામે છે.’

ઈડ્ડકી જીલ્લા(કેરળ)ના રહેવાસી ચીન્નમ્મા અને કોચુકુટ્ટીના લગ્નને 58 વર્ષ થઈ ગયા છે. જોકે તેમની પાસે લગ્નની એક પણ યાદગાર તસવીર નહોતી. કોચુકુટ્ટી વેડિંગ ફોટોશૂટ કરાવવા માગતા હતા, જે પછી પૌત્ર અને તેના મિત્રોએ તેમનું શાનદાર વેડિંગ ફોટોશૂટ કર્યું.

ફોટોશૂટ માટે બંનેને સારી રીતે તૈયાર કરવામા આવ્યા અને શાનદાર લોકેશન પર તસવીરો ક્લિક કરવામા આવી.

દાદા કાળા રંગના સૂટમાં તો દાદી સફેદ રંગની સાડીમાં આટલી ઉંમર દુલ્હા-દુલ્હનથી ઓછા નહોતા લાગતા.

તસવીરોમાં બંને વચ્ચેનો રોમાન્સ અને કેમિસ્ટ્રી જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ કપલ્સના ફેન થઈ ગયા હતા.