સાસરિયાને લાગ્યું કે વહુ નદીમાં ડૂબી ગઈ, પ્રેમી સાથે મનાવતી હતી રંગરેલિયા

હાલમાં જ એક હટકે ઘટનાની ચર્ચા થઈ રહી છે. પોલીસ નદીમાં જે મહિલાને શોધતી હતી, તે મહિલા પોતાના પ્રેમી સાથે સુહાગરાત મનાવવામાં વ્યસ્ત હતી. મહિલા પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. જોકે, તેણે પોતાના સાસરિયાને એ રીતે મૂર્ખ બનાવ્યા કે પોલીસ પણ ચકરાઈ ગઈ હતી.

પોલીસ મહિલાને નદીમાં શોધતી હતીઃ આ ઘટના મધ્યપ્રદેશના રતલામ શહેરની છે. વિષ્ણુ બાઈ નામની મહિલા નારાયણી ગામની રહેવાસી છે. તે બે દિવસ પહેલાં જ પોતાના બંને બાળકોને લઈને જતી રહી હતી. પછી પરત ફરી નહોતી. જ્યારે સસારિયાએ વહુની શોધખોળ કરી તો ગામની નજીક આવેલી લૂની નદીના કિનારે વહુના ચંપલ મળ્યા હતા. સાસરિયાને એવું થયું કે વહુ નદીમાં ડૂબી ગઈ છે. તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી.

બોયફ્રેન્ડ સંગ સુહાગરાત મનાવતી હતીઃ પોલીસ ઘટનાસ્થળે આવી હતી. સાથે NDRFની ટીમ પણ આવી હતી. આખો દિવસ પોલીસે મહિલાને નદીમાં શોધી હતી. જોકે, પોલીસને કંઈ જ મળ્યું નહોતું. વહુ જાણી જોઈને નદી કિનારે ચંપલ મૂકીને ગઈ હતી. તેની પાછળ એ કારણ હતું કે સાસરિયા તેની શોધખોળ ના કરે. વહુ પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી.

કેવી રીતે ઘટસ્ફોટ થયો? ગામવાસીઓએ કહ્યું હતું કે તેમણે વહુને કોઈની ગાડીમાં બેસતા જોઈ હતી. પોલીસને શંકા ગઈ કે મહિલા કોઈની સાથે ભાગી ગઈ છે. તેમણે મહિલાનો મોબાઇલ ટ્રેસ કર્યો હતો. ત્યારબાદ તે રાજસ્થાનના ડાબલા ગામના ઘનશ્યામ રાઠોળ સાથે સંપર્કમાં હોવાની જાણ થઈ હતી. બે દિવસ બાદ મહિલા જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને તેણે કહ્યું હતું કે તેણે પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે પ્રેમી સાથે રહેવા માગે છે. તે છેલ્લાં આઠ વર્ષથી પ્રેમમાં હતી.

મહિલાની આ વાત સાંભળીને સાસરિયાને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસે મહિલાને નારી નિકેતનમાં મોકલી લીધી છે. પોલીસ હાલમાં દરેક પાસાને લઈ તપાસ કરી રહી છે.