દિવસે ભણાવતો હતો ફિઝિક્સ, રાત્રે કરતો ‘ડર્ટી ટોક’, વિદ્યાર્થિનીને આપતો નાપાસ કરવાની ધમકી

એક સરકારી સ્કૂલની વિદ્યાર્થિનીએ 46 વર્ષના એક ટીચરની શરમનાક હરકતનો ખુલાસો કર્યો છે. ટીચર કુંદન વર્મા સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીને અલગ રૂમમાં લઈને અશ્લીલ હરકત કરતો હતો. વિદ્યાર્થિનીને વ્હોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલીને જબરજસ્તી પ્રેમનો ઇકરાર કરાવતો હતો.

આ કિસ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈનના શાજાપુરનો છે. સ્કૂલમાં 15 દિવસથી હેરાન પરેશાન રહેતી વિદ્યાર્થિનીએ આખી ઘટના પરિવારને કહી હતી અને પછી પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન લીધું હતું અને મેસેજના આધારે આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ કર્યો હતો. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

20 વર્ષથી વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવે છેઃ પોલાયકલાં સ્થિત ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં કુંદન વર્મા કામ કરે છે. અહીંયા તે 20 વર્ષથી વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવે છે. છેલ્લાં 15 દિવસથી 12મા ધોરણની વિદ્યાર્થિનીને અલગ રૂમમાં લઈ જઈ અશ્લીલ હરકતો કરતો અને તેને સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

શિક્ષક વિદ્યાર્થિનીને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક્સ અને ફેલ કરવાની ધમકી આપતો હતો. તે રોજ વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલતો અને આઇ લવ યુ કહેવાનું કહેતો હતો. અંતે પીડિતાએ પરિવારને આ આખી ઘટના કહી હતી. પછી પરિવાર સ્કૂલે ગયો હતો અને વિદ્યાર્થિની સાથે મારપીટ કરી હતી અને તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

શિક્ષક વિરુદ્ધ પાસ્કો સહિત કલમ હેઠળ કેસઃ વનિવેદન બાદ પોલીસે કુંદન વર્મા વિરુદ્ધ પાસ્કો સહિત વિવિધ કલમો હેઠળ કેસ કર્યો છે.

શિક્ષક તથા વિદ્યાર્થિની વચ્ચેની આખી વાતચીતઃ

  • શિક્ષકઃ બોલ ને
  • વિદ્યાર્થિનીઃ ના સર, હું ના બોલી શકું.
  • શિક્ષકઃ બોલ, બોલ પ્લીઝ
  • વિદ્યાર્થિનીઃ સર, સોરી
  • શિક્ષકઃ યારા, પ્લીઝ
  • વિદ્યાર્થિનીઃ કેમ
  • શિક્ષકઃચલ બોલ, આઇ લવ યુ, ગુડનાઇટ
  • વિદ્યાર્થિનીઃ તમે સરો છો
  • શિક્ષકઃ ના, માત્ર મિત્ર, માય ડિયર, હું બોલી શકું છું ને…આઇ લવ યુ
  • વિદ્યાર્થિનીઃ ના સર
  • શિક્ષકઃ બોલ તો
  • વિદ્યાર્થિનીઃ ના સર
  • (એક ચેટ ડિલિટ કરી નાખે છે)
  • વિદ્યાર્થિનીઃ અરે સર,
  • શિક્ષકઃ કેમ
  • વિદ્યાર્થિનીઃ આપણે કાલે વાત કરીએ, મારે અંગ્રેજી વાંચવું છે.
  • શિક્ષકઃ ઓકે બાય.