આ 8 રાશિના જાતકોને ઓક્ટોબર મહિનો રહેશે સાવ સામાન્ય, જાણો એક ક્લિકે આખું રાશિફળ

ઓક્ટોબરમાં રાહુ-કેતુને છોડીને બધા ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. આ મહિને ગ્રહ-સ્થિતિમાં મોટા ફેરફારની અસર બધી જ રાશિઓ પર પડશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરમાં મેષ, વૃષભ, મિથુન, તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોની જોબ અને બિઝનેસમાં નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ 8 રાશિના લોકોને અનેક મામલે ફાયદો તો થશે, પરંતુ આખો મહિનો સાવધાન પણ રહેવું પડશે. ત્યાં જ કર્ક, સિંહ, કન્યા અને વૃશ્ચિક રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. આ લોકોની નોકરી અને બિઝનેસ માટે પણ આ મહિનો સારો રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિનું ફળ…..

>>> મેષઃ-

પોઝિટિવઃ- આ મહિને તમારા કામનું તમને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે, એટલે તમારાં કાર્યો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખો. આર્થિક યોજનાઓ પણ સરળતાથી ફળશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળશે. વડીલોના આશીર્વાદ અને સલાહ તમને મળશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે તમારી કોઈ નબળાઈ પર વિજય પણ પ્રાપ્ત કરી લેશો.

નેગેટિવઃ- તમારા સ્વભાવ પ્રત્યે વિચાર કરો. કામ વધારે રહેવાને કારણે ગુસ્સો અને ચીડિયાપણું હાવી રહેશે. બહારની વ્યક્તિઓનું તમારા વ્યક્તિગત જીવનમાં દખલ થવા દેશો નહીં, કેમ કે સમસ્યાનું મૂળ કારણ જ તે લોકો છે.

વ્યવસાયઃ- આર્થિક મામલે સંપૂર્ણ સાવધાની જાળવવી, કેમ કે આ સમયે ખર્ચની સ્થિતિ વધારે રહેશે. હાલ વ્યાપારિક ગતિવિધિઓ અંગે ગંભીરતા મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ મહિનો ઉત્તમ છે. પરિવારમાં સુખ વધશે. જીવનસાથી સાથે ઘરના કોઈ મુદ્દાને લઈને વિવાદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને આળસ જેવું વાતાવરણ રહેશે. યોગ્ય આહાર, સંયમિત દિનચર્યા રાખવી જરૂરી છે.

>>> વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન તમારા ભાવિ લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે. તમે તમારી અંદર ચમત્કારિક રૂપથી ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ કરશો. આ મહિને ઘરમાં કોઈ ધાર્મિક ઉત્સવ પણ સંપન્ન થઈ શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ કોઈ સફળતાને પ્રાપ્ત કરીને ગર્વ અનુભવ કરશે. ઘરની વડીલ વ્યક્તિઓની સલાહ પર અમલ કરો.

નેગેટિવઃ- કોઈ સંતાનને કારણે તણાવ રહી શકે છે. આ પરેશાની તાત્કાલિક છે, સમય સાથે બધું જ ઠીક થઈ જશે. સાસરિયાં પક્ષ સાથે સંબંધો ખરાબ ન થવા દેશો. કોઈ અપ્રિય સમાચાર મળવાના સંકેત મળી રહ્યા છે, જેને કારણે ભય કે અવસાદ તમારા મન પર હાવી થઈ શકે છે, એટલે થોડી પોઝિટિવ ગતિવિધિઓમાં તમે પોતાને વ્યસ્ત રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાની વાતને પણ ઝીણવટ અને ગંભીરતા સાથે મૂલ્યાંકન કરવી. પ્રોપ્રર્ટીને લગતા વ્યવસાયમાં ઉત્તમ ડીલ થવાની શક્યતા છે.

લવઃ- તમારી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે. ઘરનું વાતાવરણ પણ સુખમય અને સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કસરત યોગ પર વધારે ધ્યાન આપો. ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે.

>>> મિથુનઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. સામાજિક સીમા પણ વધશે. અન્ય લોકોનાં દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવાથી તમને આત્મિક સુખ મળી શકે છે. જો કોઈ ખાસ કામને શરૂ કરવાની યોજના બની રહી છે તો તરત એના પર અમલ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના અનિર્ણયની સ્થિતિમાં ઘરના કોઈ વડીલ સભ્યની સલાહ લો, તમને યોગ્ય સલાહ મળી શકે છે. ધ્યાન રાખો કે થોડી પણ બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના મિત્રોથી દૂર રહો. ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સુદઢ રહી શકે છે. કારોબારી વિસ્તારને લગતી કોઈ યોજના હાથમાં આવશે, સંપૂર્ણ રીતે એકાગ્ર રહીને એના અંગે વિચાર કરો.

લવઃ- ઘરમાં મહેમાનોની અવરજવરથી વાતાવરણ સુખમય રહેશે. વાતાવરણ મધુર રહી શકે છે. કોઈ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદ તાજા થશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે વર્તમાન વાતાવરણ સામે પોતાનું રક્ષણ કરવું.

>>> કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી કામ વધારે રહેવાને કારણે આ મહિનો શાંતિ અને સુકૂન સાથે સમય પસાર કરવાનું નક્કી કરશો. થોડી ધાર્મિક પ્રવૃત્તિની વ્યક્તિઓ સાથે મુલાકાત તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવશે. આ સમયે ભાગ્ય તમારા માટે સફળતાનાં દ્વાર ખોલી શકે છે. સમયનું યોગ્ય સન્માન કરો. ભાગદોડને કારણે શાંતિથી કામને પૂર્ણ કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના અનિર્ણયની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. ભાઈ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેને કોઈની મદદ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ મહિનો લાભનો રહેશે. અન્ય લોકોની અપેક્ષાએ પોતાના વિચારોને વધારે પ્રાથમિકતા આપો. આ સમયે થોડી મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત રહી શકે છે. પરિવાર સાથે આજે મનોરંજનનાં કાર્યોમાં પણ સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમે પોતાને પોઝિટિવ તથા ઊર્જાવાન અનુભવ કરશો.

>>> સિંહઃ-

પોઝિટિવઃ- આ મહિનો પારિવારિક તથા આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી રહેશે. મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ તમારા દૃઢ નિર્ણયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. રચનાત્મક કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. યુવાઓ પોતાના કરિયર પ્રત્યે વધારે સજાગ રહેશે. વિદેશ જવામાં આવી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થશે.

નેગેટિવઃ- કોઈ જમીનને લગતી ખરીદદારી કરતા સમયે ધ્યાન રાખો, આ સમયે કોઈ નુકસાનની પરિસ્થિતિ બની શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, કેમ કે વિનાકારણે કોઈ બદનામી કે ખોટું બોલવાનો આરોપ લાગી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં વધારે ધ્યાન આપો, કેમ કે આ સમય સફળતાદાયક રહી શકે છે. આર્થિક સ્થિતિ સારી બની શકે છે. કોઈપણ ગેરકાનૂની કાર્યોમાં રસ લેશો નહીં.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથેના સંબંધોને મધુર જાળવી રાખશે. બંને એકબીજાની વાત અને સલાહને મહત્ત્વ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ મહિને તણાવ લેશો નહીં તથા તમારી જીવનશૈલીને વ્યવસ્થિત જાળવી રાખો.

>>> કન્યાઃ-

પોઝિટિવઃ- આ મહિનો તમારાં સપનાં સાકાર કરવાનો છે, એટલે ખૂબ જ મહેનત સાથે કામ કરો. કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત કરી દો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે અનેક અવસર લાવી રહી છે. આર્થિક મામલે વધારે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી સફળતાને કારણે કોઈ ઈર્ષ્યાની ભાવનાથી તમારા પર બદનામી કે આરોપ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે. ક્યારેક તમારા સ્વભાવમાં ગુસ્સો અને ઉતાવળ જેવી સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે વાતચીત કરતી સમયે તમારા સ્વભાવમાં નરમી જાળવી રાખો. પરિસ્થિતિઓ શાંતિથી ઉકેલો.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા આપી શકે છે. પરિવારમાં કોઈ નવા બાળકની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં અને માથામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

>>> તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે નક્ષત્રો તમને કશુંક સારું આપવાની કોશિશ કરી રહ્યા છે. તમે તમારી અંદર અદભુત આત્મવિશ્વાસ અનુભવ કરશો. મહિનાની શરૂઆતમાં જ મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લો. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર લાવી શકે છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકના સ્ત્રોત પણ વધશે, એટલે પરેશાન થવાની જરૂરિયાત નથી. ક્યારેક તમારા ઉગ્ર સ્વભાવને કારણે કોઈ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે, એટલે તમારી આ ખામીને સુધારો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યપ્રણાલીને લગતા થોડા ફેરફાર કરવાની જરૂરિયાત છે. અટવાયેલાં પેમેન્ટથી આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલા વેપારમાં જબરદસ્ત સ્થિતિ બની શકે છે.

લવઃ- થોડો સમય ઘર તથા પરિવારના લોકો સાથે પણ પસાર કરો. મિત્રો સાથે કોઈ પારિવારિક ગેટ-ટુ-ગેધરનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે. શરદી સામે તમારું રક્ષણ કરો.

>>> વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ લાભદાયક સૂચના મળવાથી આખો મહિનો સુખમય પસાર થશે. ધર્મ-કર્મ તથા આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે, જેથી આત્મિક અને માનસિક શાંતિનો અનુભવ થશે. રોકાણને લગતી યોજનાઓ લાભદાયી રહી શકે છે. ઘરમાં રિનોવેશન કે દેખરેખને લગતા કોઈ કામ પણ શક્ય થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક ઈગો અને અતિઆત્મવિશ્વાસને કારણે બનતાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ સ્વભાવના કારણે કોઈ નજીકના સંબંધ પણ ખરાબ થશે. તમારી આ ખામીઓને દૂર કરવાની કોશિશ કરો. તમારી આ ઊર્જાને પોઝિટિવ રીતે ઉપયોગ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મોટા ભાગનાં કામ વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે છે. આવકનાં પણ નવાં સાધનોમાં વધારો થઈ શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિને કારણે યોગ્ય ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. કામ સાથે-સાથે ઘરનાં કાર્યોમાં સહયોગ કરવાથી ઘરનું વાતાવરણ યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાયુ કરે એવી વસ્તુઓનું સેવન ટાળો. કસરત અને યોગ જેવી ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરો.

>>> ધનઃ-

પોઝિટિવઃ- પરિવારમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ કોઈની દખલ દ્વારા દૂર થઈ શકે છે, જેને કારણે પરિવારમાં વાતાવરણ સામાન્ય થઈ જશે. પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિની સલાહનું પાલન કરવું તમારા માટે હિતકારી રહેશે.

નેગેટિવઃ- ક્યારેક આળસને કારણે તમારાં થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. તમારા આત્મવિશ્વાસ તથા મનોબળને મજબૂત જાળવી રાખો. નજીકના લોકો સાથે સંબંધોમાં ખટાશ આવવા દેશો નહીં. વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના અભ્યાસ અને કરિયર પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં પબ્લિક ડીલિંગને લગતાં કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે. સરકારી કર્મચારીઓને નોકરીને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારાં કાર્યોને ધ્યાનથી કરો.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાની યોજનાઓને કારણે એકબીજાને યોગ્ય સમય આપી શકશે નહીં. વિપરીત લિંગની વ્યક્તિઓ સાથે તાલમેલ કરતા સમયે મર્યાદાનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવને કારણે શારીરિક ઊર્જા તથા કાર્યક્ષમતામાં ઘટાડો અનુભવ કરશો

>>> મકરઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે મોટા ભાગનો સમય વ્યક્તિગત કાર્યો તથા પરિવારના લોકો સાથે પસાર કરવાની યોજના બનાવશો. સુખ-સુવિધાને લગતી વસ્તુઓની શોપિંગમાં પણ ખર્ચ થશે. આ સમયે તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ પણ જાગશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- સ્વાસ્થ્યમાં થોડી નરમી આવવાને કારણે થોડાં કામ અધૂરાં રહી શકે છે. ચિંતા ન કરો. પારિવારિક સભ્યના સહયોગને કારણે તમને વધારે પરેશાની થશે નહીં. તમારા વિચારો તથા સ્વભાવને સંયમિત રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મોટા ભાગનાં કાર્યો સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો. રિસ્કને લગતાં કોઈપણ કાર્યમાં રસ લેશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ પારિવારિક સમસ્યાને તમે એકબીજા સાથે બેસીને યોગ્ય રીતે સમાધાન મેળવી શકશો.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે.

>>> કુંભઃ-

પોઝિટિવઃ- મહિનાનો મોટા ભાગનો સમય તમારી વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર થશે. થોડા પારિવારિક વિવાદ દૂર થવાથી ઘરમાં સુકૂન અને શાંતિભર્યું વાતાવરણ બનશે. તમારા ઉત્તમ વ્યક્તિત્વ તથા વ્યવહાર કુશળતાને કારણે સામાજિક ગતિવિધિઓમાં તમારી પ્રતિભા સામે આવશે.

નેગેટિવઃ- કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થશે. થોડો સમય બાળકોની સમસ્યાને સાંભળવા અને તેમના સમાધાન માટે પણ કાઢો. જમીન વેચવાને લગતાં કાર્યોને હાલ ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ ઉત્તમ રહી શકે છે. આ સમયે ભાઈઓનો સહયોગ તમારા કામમાં વધારે વિકાસ કરશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં એક નાની વાતને લઈને તણાવ રહેશે. ધ્યાન રાખો કે ઘરની વાત બહાર જાય નહીં.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવની ફરિયાદ રહી શકે છે, જેને કારણે તમે તમારાં કાર્યોમાં યોગ્ય ધ્યાન આપી શકશો નહીં.

>>> મીનઃ-

પોઝિટિવઃ- લાભદાયક સંપર્ક સૂત્ર બનશે, જે તમારા માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અન્ય લોકોની સમસ્યાઓને ઉકેલવામાં પણ તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તમે આ પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. વિરોધી પક્ષ હાવી થઈ શકે છે, પરંતુ તેનાથી તમને કોઈ નુકસાન થશે નહીં.

નેગેટિવઃ- ખર્ચ વધારે થવાને કારણે આર્થિક ખેંચતાણ રહેશે. ધૈર્ય જાળવી રાખવું. શેરબજાર, સટ્ટો જેવાં કાર્યોમાં રોકાણ ન કરો. વાંચ્યા વિના કોઈ કાગળ પર સહી કરવું મુશ્કેલી ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાય પ્રત્યે વધારે ગંભીરતા અને મહેનતની જરૂરિયાત રહેશે. વિસ્તારને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે.

લવઃ- કામકાજમાં વધારે વ્યસ્ત રહેવાને કારણે તમે પરિવાર પર વધારે ધ્યાન આપી શકશો નહીં. જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદત તથા ખરાબ પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, કેમ કે એની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.