ટિફિનને કારણે પતિએ પત્નીનો સાથ ગુમાવ્યો, ભિખારી સાથે ફરી લીધા સાત ફેરા

આ દુનિયામાં ઘણી એવી વિચિત્ર બાબતો સામે આવે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે, પણ તેવું હકીકતમાં હોય છે. આજે અમે તમને આવી જ એક વિચિત્ર બાબત જણાવીએ. જે તમને એવું વિચારવા મજબૂર કરી દેશે કે, આવું પણ થઈ શકે છે? તમે ઘણીવાર પોતાના ઘરમાં એવું જોયું હશે કે, તમારી મમ્મી, બહેન અથવા પત્ની તમને રોજ જમવાનું બનાવીને આપે છે અને તમે ચૂપચાપ ખાઈ રહ્યા છો. રોજ એક જ પ્રકારનું ખાવાનું ખાઈને તમે કંટાળી જાવ છો અને ઘરમાં ગુસ્સો કરો છો. આ પછી તમારા મમ્મી કે, બહેન તમના ભાવતું જમવાનું બનાવી દે છે. જોકે, આવું બધા સાથે થતું નથી. આજે તમને જે કિસ્સો જણાવી રહ્યા છીએ તેમાં એક યુવકને તેની પત્ની ગુમાવવી પડી હતી.

તમને જે જણાવી રહ્યા છીએ તે કંઈક આ રીતનો જ મામલો છે. જે દૂધીના શાકથી શરૂ થઈને પત્નીએ તરછોડ્યા સુધીનો આ કિસ્સો તમને આશ્ચર્યમાં પાડી દેશે. આ વિચિત્ર ઘટના ઉત્તર પ્રદેશની છે. અહીં શ્રીવસ્તી નામની એક મહિલા રહે છે અને તેમનો પતિ આશિષ રહેતાં હતાં.

મહિલા રોજ પોતાના પતિને ટિફિનમાં એક જ શાક આપતી હતી. જેના પર પતિ દરરોજ ફરિયાદ કરતો હતો. આ પછી પત્નીને આ વાત ખટકી. આશીષ રોજ સવારે ટિફિન લઈને મજૂરી કરવા માટે જતો હતો. પત્નીને પણ કોઈ ફરિયાદ કરતો નહોતો. આશીષની પત્નીને તેને ટિફિનમાં દરરોજ દૂઘીનું શાક આપતી હતી. શ્રીવસ્તીએ લગભગ 20 દિવસ સુધી તેના પત્નીને 20 દિવસ સુધી દૂધીનું શાક આપ્યું હતું.

શ્રીવસ્તીને હવે તેના પતિ પર શંકા થઈ ગઈ હતી. તેણે પતિનો પીછો કર્યો અને જાણ્યું કે તે ટિફિન અંગે ક્યારેય કેમ કંઈ કહેતાં નથી. પત્નીએ જોયું તો આશીષ તેનું ટિફિન રસ્તામાં રોજ એક ભિક્ષુકને આપી દેતો હતો. શ્રીવસ્તી તેના પતિને કંઈ પૂછે તે પહેલાં ભિક્ષુકે બે-ત્રણ રોમેન્ટિક શાયરી કહી દીધી અને પછી શું?

આશીષની પત્ની શ્રીવસ્તીને એવું લાગ્યું કે, જાણે તેને બાળપણનો પ્રેમ મળી ગયો હોય જેને તેણે ક્યારેક ગુમાવી દીધો હતો. તે સમયે શ્રીવસ્તીએ આશીષને છૂટાછેડા આપી ભિક્ષુક સાથે લગ્ન કરી લીધા અને હવે બંને સાથે ભીખ માંગે છે. જોકે, આ વાત હકીકત છે છતાં તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.