ગૃહમંત્રી પ્રદિપસિંહના પુત્રના ગાંધીનગર ખાતે લગ્ન યોજાયા, તસવીરોમાં જુઓ અંદરનો માહોલ

ગાંધીનગર: રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના પુત્ર શશીરાજસિંહના ગાંધીનગર ખાતે લગ્ન યોજાયા હતા. લગ્ન બાદ ગાંધીનગર ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્કાર સમારંભમાં સંબંધીઓ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. રિસેપ્શનમાં મહેમાનોએ નવદંપતીને આશિર્વાદ આપ્યા હતા.

પ્રદિપસિંહ જાડેજાના પુત્ર શશીરાજસિંહે ઉર્વશીબા સાથે સાત ફેરા લીધા હતા. આ ઉપરાંત અહીં ભુપેન્દ્રસિંહ જાડેજાના પુત્ર ઋષિરાજસિંહના ભૂમિબા સાથે લગ્ન પણ યોજાયા હતા. બંનેનું રિસેપ્શન સાથે રાખવામાં આવ્યું હતું. કંકોત્રીની વિગત મુજબ પ્રદિપસિંહ જાડેજાના પુત્ર શશીરાજસિંહે અમેરિકામાંથી એમબીએની ડીગ્રી મેળવી છે. જ્યારે ઉર્વિશબાએ એમબીબીએસ કર્યું છે.

બીજી તરફ મીડિયાના અહેવાલ મુજબ ગાંધીનગર ખાતે નીતિન પટેલ સાથેની ખાસ મીટિંગ હોવાને કારણે પ્રદિપસિંહ પુત્રના રિસેપ્શનમાં સમયસર પહોંચી શક્યા ન હતા. પ્રદિપસિંહ જાડેજાના દિકરાનું રિસેપ્શન રવિવારે સાંજે 6.30 વાગ્યે રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્રદિપસિંહ જાડેજા 7.30 વાગ્યે પહોંચ્યા હતા. જો કે હંમેશા શર્ટ-પેન્ટના ઇન્સર્ટમાં જોવા મળતા પ્રદિપસિંહ પુત્રના રિસેપ્શનમાં માથે સાફો પહેર્યો હતો અને સેરવાની પહેરી હતી.

નવદંપતીઓએ મહાનુભાવોના આશીર્વાદ મેળવ્યા હતા.

ગાંધીનગર ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિસેપ્શનમાં ભાજપ સરકારની ટોચની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

ગાંધીનગર ખાતે આવેલા માધવ ફાર્મમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિસેપ્શનમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિસેપ્શનમાં ગેસ્ટ માટે સ્પેશ્યલ મેનું રાખવામાં આવ્યું હતું.

લગ્ન અને રિસેપ્શન સ્થળને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું.

મિત્રો સાથે વરરાજા.

લગ્ન દરમિયાન વર વધુ

લગ્ન અને રિસેપ્શન સ્થળ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.

ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓએ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

લગ્ન સ્થળની તસવીર.

સત્કાર સમારંભની આમંત્રણ પત્રિકા.