જામનગર રિલાયન્સ ટાઉનશિપની અંદરની તસવીરો જોઈ તમે પણ કહશો Wow

મુકેશ અંબાણીએ મુંબઈમાં 10 હજાર કરોડ રૂપિયાનું દેશનું સૌથી આલિશાન ઘર એન્ટિલિયા ઉપરાંત જામનગર નજીક રિલાયન્સની ટાઉનશીપમાં એક લક્ઝુરિયસ બંગલો છે. ભલા ભલા ફાઈવ સ્ટાર રિસોર્ટને ટક્કર મારે તેવી આ ટાઉનશીપમાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે.

જામનગરથી 35 કિલોમિટર દૂર મોટી ખાવડી સ્થિત રિલાયન્સ રિફાઈનરી પાસે કર્મચારીઓ માટે ખૂબ જ સુંદર ટાઉનશીપ વસાવવામાં આવી છે. રિલાયન્સ ગ્રીન્સ નામથી જાણીતી આ ટાઉનશીપમાં રિલાયન્સના અધિકારીઓ અને કર્મચારીઓને વીઆઈપી ફેસિલિટી પૂરી પાડે છે.

અંદાજે 750 એકરમાં ફેલાયેલી આ રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં 7 હજારથી વધુ ફેમિલી રહી શકે તેવી વ્યવસ્થા છે. આ ટાઉનશીપમાં એક વીઆઈપી ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં અંબાણી પરિવાર રોકાયો હોવાની ચર્ચા છે. જોકે અંબાણી પરિવાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રિલાયન્સ ગ્રીન્સ તેના કૃદરતી વાતાવરણ માટે જાણીતું છે. સુંદર મજાનું તળાવ, તેમાં તરતા પક્ષીઓ અહીંના વાતાવરણને મનમોહક બનાવે છે. રિલાયન્સ ગ્રીન્સમાં તમને ક્યાંય પણ કચરો જોવા મળશે નહીં. તમામ રોડ-રસ્તા ખૂબ જ સુઘડ છે. અહીં રહેતા અધિકારીઓ-કર્મચારીઓના બાળકોને ભણવા માટે સીબીએઈ સ્કૂલ પણ આવેલી છે.

રિલાયન્સ ગ્રીન્સમાં સુંદર મજાનું મંદિર પણ આવેલું છે. જેમાં દરરોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. રાત્રે મંદિરમાં લાઈટિંગ ઝગમગાટ જોવા જેવો હોય છે. કર્મચારીઓ અને અધિકારીઓ માટે અહીં 40 બેડની હોસ્પિટલની વ્યવસ્થા પણ છે. અહીં સિનેમા, માર્કેટ, બેંક, પેટ્રોલ સ્ટેશન સહિતની સુવિધા ટાઉનશિપની અંદર જ છે.