શા માટે હોય છે અલગ અલગ રંગના માઇલસ્ટોન્સ? જાણી લો અર્થ

મુંબઈ: સડક પર લાંબી ટ્રીપ પર નીકળ્યા હોવ ત્યારે તમે આસપાસના અનેક માઇલસ્ટોન્સ જોયા હશે. તેની પર આવતી જગ્યાના નામ સિવાય તેમના અંતર અને અનેક નિશાન પણ તેની પર જોવા મળે છે. પણ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે આ માઇલના પત્થરોનો રંગ અલગ અલગ પણ હોય છે. દરેક રંગનો છે અલગ અર્થ…

આ પત્થર ટ્રાવેલિંગ કરવાની સાથે સાથે એક માર્કરનું પણ કામ કરે છે. તે જણાવે છે કે શું તમે યોગ્ય દિશામાં જઇ રહ્યા છો અથવા તો કેટલી દૂર છે તમારું લક્ષ્ય. મોટાભાગે આ પત્થર દર કિલોમીટરે લગાવવામાં આવે છે. પણ તેમના દરેક રંગનો ખાસ અર્થ હોય છે. ક્યાંક પીળા, ક્યાંક લીલા, ક્યાંક કાળા તો ક્યાંક નારંગી કલર જોવા મળે છે. અહીં અમે આપને આ દરેક રંગના પત્થરનો મતલબ જણાવી રહ્યા છીએ. વાંચો આટલી મોટી વાત તમે અને આપણે બધા હાલ સુધી ઇગ્નોર જ કરી રહ્યા હતા.

પીળો રંગ:
જો તમને રસ્તામાં પીળા રંગના પત્થર દેખાઇ રહ્યા છે તો તમે નેશનલ હાઇવે પર છો. વર્ષના ડિસેમ્બર મહિનાના આંકડાથી જાણવા મળે છે કે દેશમાં નેશનલ હાઇવેનું નેટવર્ક 1,65,000 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ હાઇવે રાજ્યો અને શહેરોને એકમેક સાથે જોડે છે. સેન્ટ્રલ ગર્વમેન્ટ આ હાઇવેને મેન્ટેન કરે છે.

લીલો રંગ:
તમે અનેક જગ્યાએ આ મીલના પત્થરો પર લીલો રંગ જોયો હશે. જો લીલો પટ્ટો દેખાય તો તેનો અર્થ છે કે તમે નેશનલ હાઇવેથી પસાર થઇને સ્ટેટ હાઇવે પહોંચ્યા છો. અહીં આપને જણાવી દઇએ કે સ્ટેટ હાઇવે રાજ્યો અને જિલ્લાને એકમેકની સાથે જોડે છે. તેની દેખરેખની જવાબદારી રાજ્ય સરકારના હાથમાં હોય છે.

કાળો રંગ :
શું તમે ક્યારેય આ માઇલસ્ટોનને કાળા રંગથી પેન્ટ કરેલો જોયો છે?હા તો તેનો અર્થ છે કે તમે ટ્રાવેલ કરતાં કોઇ મોટા શહેર કે જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છો. અહીંની સડકોની જવાબદારી જિલ્લા પ્રશાસનની રહે છે.

ઓરેન્જ (નારંગી)રંગ :
જો તમારી નજર નારંગી રંગના માઇલસ્ટોન પર પડે છે તો તમારે સમજી જવું જોઇએ કે તમે કોઇ ગામમાં આવી ચૂક્યા છો. આ સડક પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવી હોય છે.