નાનકડાં પ્લાસ્ટિક સ્ટૂલની મદદથી ઘરે જ બનાવો સુંદર અને મજબૂત ચૂલો

આજના સમયમાં પોતાના ઘરે હાજર વસ્તુ અથવા વેસ્ટ સામાનમાંથી નવી સુંદર અને ઉપયોગી વસ્તુ બનાવી શકાય છે. પોતાના દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓથી ખુદની ક્રિએટિવિટી પણ વધે છે અને સાથે જ તમને આત્મ સંતુષ્ટિ પણ પ્રાપ્ત થાય છે. ઘણી એવી વસ્તુ છે જે પહેલાં લોકો માર્કેટમાંથી ખરીદીને લાવતાં હતાં, પણ હવે એ જ વસ્તુ ઘરે બનાવવાનું પસંદ કરે છે. જેવી કે, રૂમાલ, બાસ્કેટ, ચૂલો, ફૂટરેસ્ટ સહિતની ઘણી વસ્તુ છે. જે લોકો ઘરે બનાવવાનું પસંદ કરે છે.

આજે અમે તમને એક ખાસ વસ્તુ બનાવતા શીખવાડી રહ્યા છીએ. બેસવા માટે વપરાતાં સ્ટલબથી તમે સુંદર સિમેન્ટનો ચૂલો બનાવી શકો છો. જોકે, તમને લાગતું હશે કે, એક નાના સ્ટૂલમાંથી ચૂલો કેવી રીતે બની શકે, પણ આ સાચુ છે. આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ સ્ટૂલમાંથી ચૂલો બનાવવાની રીત શીખવાડીશું.

ચૂલો બનાવવા માટે પહેલાં એક સ્ટૂલ લેવું. પછી તેની ચારેય તરફ થર્મોકોલ રાખી ટેપ દ્વારા તેને ચોંટાડી દેવું.

આ પછી રેતી અને સિમેન્ટ મિક્ષ કરી પેસ્ટ બનાવવી. હવે ટેબલને ઊંધું કરી તેમાં વ્યવસ્થિત લેવલ કરી રેતી નાખી દેવી.

આ પછી કેળાના ઝાડની મોટી ડાળીનો એક ટૂકડો લઈ તેને સ્ટૂલની વચ્ચોવચ રાખી દેવો. જે બાદ તેની એક સાઇડ થર્મોકોલનો ટૂકડો રાખી દેવો. જેથી ચૂલો એક તરફ ખુલ્લો રહે.

ત્યાર બાદ સ્ટૂલની અંદર ઓલઈ લગાવી દેવું. જેથી સિમેન્ટ સ્ટૂલ સાથે ચોંટી જાય નહીં.

હવે કેળાની મોટી ડાળીની આસપાસની જગ્યામાં ત્રણેય બાજુ સિમેન્ટ અને રેતીની પેસ્ટ નાખી દો.

હવે તે સિમેન્ટ અને રેતીની પેસ્ટ પર ફરી થર્મોકોલનો ટૂકડો મૂકી દો. તેના પર એક નાની લોખંડની જાળી રાખી દેવી.

આ પછી થર્મોકોલના ટૂકડાંની આસપાસ દરેક બાજુ સિમેન્ટ અને રેતીની પેસ્ટ ભરી દેવી.

આ પછી થર્મોકોલનો એક મોટો ટૂકડો લઈ નીચે મૂકેલાં થર્મોકોલના ટૂકડાં પર મૂકી દેવો. પછી ચારેય તરફ બીજા થર્મોકોલના ટૂકડાં મૂકી દેવા. હવે જે ચારેય ખૂણાં બાકી રહ્યા તેમાં સિમેન્ટ અને રેતીની પેસ્ટ ભરી દો. તે ખૂણામાં પાતળા સળિયા નાખી દેવાં. જેથી વધારે મજબૂત બને.

આ પછી થર્મોકોલને દૂર કરાવું. હવે સ્ટૂલને સીધું કરી તેને સિમેન્ટથી અલગ કરવું. જે બાદ કેળાના ઝાડની મોટી ડાળીને કાપીને અલગ કરી દેવી.

આ પછી ચૂલાની ચારેય તરફ નાના લેગ બનાવવીને લગાવવા. જે માટે એક કાગળનો ટૂકડો લેવો અને તેને શંકુ આકારમાં એક વાટકી જેવા શેપમાં બનાવવા. તેની અંદર સિમેન્ટ અને રેતીની પેસ્ટ ભરી ચૂલાના ચારેય ખૂણામાં મૂકી દેવા. આ પછી સૂકાઈ ગયાં પછી કાગળના ટૂકડાંને કાઢી લેવા.

હવે ચૂલો બનીને તૈયાર છે અને તેમાં તમે કંઈ પણ રસોઈ બનાવી શકો છો.