અમદાવાદ સાબરમતિ રિવરફ્રન્ટ પર દેશનો સૌથી યુનિક ફૂટ ઓવર બ્રિજ થઈ રહ્યો છે તૈયાર

અમદાવાદના આંગણે વધુ એક ઓવરબ્રિજ તૈયાર થઈ રહ્યો છે જે અમદાવાદની નવી ઓળખ ઉભી કરશે. ત્યારે સાબરમતિ રિવરફ્રન્ટ પર અમદાવાદ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતો 300 મીટરનો લાંબો અલગ જ પ્રકારનો ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક પછી એક નવા-નવા આકર્ષકો થકી લોકોનું ધ્યાન ખેંચવા માટે અમદાવાદ સાબરમતિ રિવરફ્રન્ટ પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેની તસવીર સામે આવી છે જે જોતાં એવું લાગે છે કોઈ વિદેશની ધરતી પર મુસાફરી કરી રહ્યાં હોય. પહેલા સી પ્લેન પછી ક્રૂઝ, બોટિંગ અને હવે ફૂટ ઓવરબ્રિજની હવે મજા માણી શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ફૂટ ઓવરબ્રિજ 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં આવો ફુટ બ્રિજ આ સિવાય બીજો કોઈ નહીં હોય. એપ્રિલ 2021માં આ ફૂટ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ જશે.

મહત્વની વાત એ છે કે, કોરોનાની મહામારીને કારણે આ બ્રિજ આગામી મે કે જૂન મહિનામાં ખુલ્લો મુકવામાં આવશે. અત્યાર સુધી બ્રિજનું 60 ટકા કામ પૂરું થઈ ગયું છે. શહેરના આ મહત્ત્વના ફૂટ ઓવરબ્રિજને પૂર્વ અમદાવાદ બાજુના છેડે આકાર પણ આપી દેવામાં આવ્યો છે. 300 મીટર લાંબા આ ફૂટ ઓવરબ્રિજ પર રિવરફ્રન્ટના લોઅર અને અપર એમ બંને પ્રોમિનન્ટ પરથી અવર-જવરની મોકળાશ આપવામાં આવશે.

2100 મેટ્રિક સ્ટીલનું વજન ( લોખંડના પાઈપનું સ્ટ્રક્ચર તથા ટેન્સાઈલ ફેબ્રિકની છત, 300 મીટર બ્રિજની લંબાઈ, અંદાજે 15 મીટર પહોળાઈ, 100 મીટર વચ્ચેનો સ્પાન. આરસીસી પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ, ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ, છેડાના ભાગે પતંગ આકારના સ્કલ્પચર મૂકવામાં આ‌વશે.

જ્યારે વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની પણ વ્યવસ્થા કરવામાં મળશે. ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન. કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ પણ ગોઠવવામાં આવશે.

નોંધનીય છે કે, હાલમાં રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે એસ.વી.પી હોસ્પિટલ બાજુમાં જ એએમસી દ્વારા અદ્યતન મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યાં મુલાકાતીઓ પોતાની કાર પાર્ક કરીને ત્યાં બનનાર વધુ એક ફૂટ ઓવરબ્રિજની મદદથી ફ્લાવર ગાર્ડન થઈ આ અદ્યતન ફુટ ઓવર બ્રિજ પર જઈ શકશે. ફુટ બ્રિજનુ કામ હાલ ઝઢપી ચાલી રહ્યું છે. આગામી જૂન જૂલાઈ મહિનામાં આ ફુટ બ્રિજ મુલાકાત માટે લોકાર્પણ કરવામાં આવશે.