સચિનની દીકરી છે રૂપરૂપનો અંબાર, લાગે એટલી સુંદર કે બસ જોતાં જ રહેશો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંદુલકર અને દીકરી સારા તેંડુલકર અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ મુંબઈ ઇન્ડિયસની ટીમમાં અર્જુન તેંડુલકરની પસંદગી થઈ છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં અર્જુન તેંડુલકરની પસંદગી થતાં લોકો પરિવારવાદ કહી ટ્રોલ કરી રહ્યાં છે. આ ઉપરાંત લોકો તેના પર નેપોટિઝ્મનો આરોપ પણ લગાવી રહ્યાં છે. આ દરમિયાન પોતાના ભાઈના બચાવમાં તેની બહેન સારા આવી ગઈ અને તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

અર્જુન તેંડુલકરને ટ્રોલ કરનારા લોકોને તેની બહેન સારાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, ‘કોઈ તમારી પાસેથી તમારી સફળતા છીનવી શકતું નથી, આ તમારી છે, મને તમારા પર ગર્વ છે.’

ભાઈના બચાવમાં ઉતરેલી સારા તેંડુલકર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તેમના સુંદર ફોટો સતત વાઇરલ થઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સારા 23 વર્ષની છે અને લંડનમાં સ્ટડી કરી રહી છે. સારા અને તેમના ભાઈ અર્જુન વચ્ચે સારું બોન્ડિંગ છે.

સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના અને પરિવારના ફોટો શેર કરતી રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર 12 લાખ ફોલોઅર્સ છે.

અત્યારે, સારા તેંડુલકર સ્ટડી કરી રહી છે અને તેમને કરિયરમાં શું કરવું છે તે સ્પષ્ટ નથી, પણ તેમના સુંદર ફોટો જોઈ લોકો તેમને એક્ટિંગ લાઇન પસંદ કરવાની સલાહ આપી રહ્યાં છે. જોકે, કોઈ શંકા નથી કે, સારા તેંડુલકર એક્ટ્રસને પણ ટક્કર આપે છે.