પરીથી કમ નથી લાગતી જ્યોતિરાદિત્ય સિંધિયાની લાડલી દીકરી, લાઈમલાઈટથી રહે છે દૂર

જ્યોતિરાદિત્ય સિંધિયા 18 વર્ષ પછી કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. સિંધિયા રાજપરિવારથી છે તે દરેક લોકોને ખબર છે. એટલે જ તેમને ‘મહારાજ’ શબ્દથી ચાહકો સંબોધિત કરે છે. જ્યારે સિંધિયાએ ભાજપ જોઈન કર્યું હતું. તે દરમિયાન તેમના દીકરા મહા આર્યમાન સિંધિયાએ પોતાના પિતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આખો પરિવાર આ નિર્ણયની સાથે છે.

મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનવવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયાનું મહત્ત્વનું યોગદાન છે. જેને લીધે તેમને મોદી કેબિનેટમાં મંત્રી પદ મળ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર રાજપરિવારથી આવે છે અને કેન્દ્ર સરકારમાં અત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના પિતાની જેમ જ કોંગ્રેસ સાથે રાજનીતિ શરૂ કરી હતી. જોકે, હવે તે ભાજપમાં છે. જ્યોતિરાદિત્ય સિંધિયા એક સમયે રાહુલ ગાંધીની ખૂબ જ નજીક હતાં.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના ગાયકવાડ રાજપરિવારની રાજકુમારી પ્રિયદર્શની સાથે લગ્ન કર્યાં છે. પ્રિયદર્શિની રાજે સિંધિયા દુનિયાની 50 સુંદર મહિલાઓમાં સામેલ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્ય સિંધિયાના બે બાળકો છે. દીકરાનું નામ મહાઆર્યમાન અને દીકરીનું નામ અનન્યા છે.

અનન્યાની વાત કરીએ તો તે સિંધિયા દંપતિની નાની સંતાન છે. તે સ્ટડી કરી રહી છે. અનન્યાએ દિલ્હીની પ્રતિષ્ઠિત બ્રિટિશ સ્કૂલથી સ્ટડી કર્યું છે.

તો અનન્યાને ઘોડેસવારીનો શોખ છે. તે 8 વર્ષની ઉંમરથી જ ઘોડેસવારી કરી રહી છે. અનન્યાના ઘોડાનું નામ ‘ગિગી’ છે. ઘોડેસવારી સાથે જ અનન્યાને ફુટબોલ રમવાનો પણ શોખ છે. તે ઘણીવાર મેદાનમાં પોતાની આવડત બતાવતી જોવા મળી ચૂકી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાની દીકરી અનન્યા લાઈમલાઈટથી દૂર જરૂર રહે છે, પણ તે પોતાની માતા સાથે કાર્યક્રમોમાં પણ જોવા મળે છે.

અનન્યા રાજે સિંધિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમના પિતા ઇચ્છે છે કે, તે લિબરલ આર્ટ્સમાં સ્ટડી કરે પણ તેમને ફાઈન આર્ટ્સનું ઝનૂન છે. અનન્યાએ કહ્યું હતું કે, આશા છે કે, તે કોઈ દિવસ બ્રાન્ડિંગ અથવા ગ્રાફિક્સ ડિઝાઈનમાં આગળ વધશે.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન અનન્યાએ પોતાના સપનાના રાજકુમાર વિશે જણાવ્યું હતું. અનન્યાએ કહ્યું હતું કે, તે કેવા વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરશે. અનન્યાએ આ દરમિયાન જણાવ્યું હતું કે, તેમને પોતાની જિંદગીમાં એક એવો વ્યક્તિ જોઈએ છે જે દયાળું હોય અને જેનું સેન્સ ઓફ હ્યુમર કમાલનું હોય.