ભણતાં-ભણતાં આ છોકરીને આવ્યો ગજબનો આઇડિયા ને આજે છે કરોડોની કંપની

શિલ્પી સિન્હા ઝારખંડના રાંચીનના ડેલ્ટોનગંજની રહેવાસી છે. તેની ઉંમર માત્ર 27 વર્ષ છે. આ છોકરીને 8-9 વર્ષ પહેલાં ગજબનો આઈડિયા આવ્યો હતો. આ પછી તેણે ઊભી કરી દીધી ખુદની કંપની. ઘણાં લોકોની લાઇફમાં 21 વર્ષની ઉંમરમાં મોજ મસ્તીનો સમય હોય છે. પણ આ છોકરીએ જિંદગીને એન્જોય કરતાં કરતાં પોતાનો બિઝનેસ પ્લાન કર્યો હતો. પછી 25 વર્ષની ઉંમરમાં શિલ્પીએ ‘ધ મિલ્ક ઇન્ડિયા કંપની’ની સ્પાથપના કરી હતી. બે વર્ષમાં શિલ્પીની આ કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર લગભગ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ કંપની ગાયનું શુદ્ધ ઘી લોકો સુધી પહોંચાડે છે.

અત્યારે તેમનું સ્ટાર્ટઅપ બેંગલોરમાં સ્થિત સરજાપુરના 10 કિમીના એરિયામાં 62 રૂપિયા પ્રતિ લીટરની કિંમત પર આપે છે. શિલ્પી 2012માં હાયર એજ્યુકેશન માટે બેંગ્લોર આવી હતી. હવે તે ત્યાં જ રહે છે. તેણે જણાવ્યું કે, ત્યાં ગાયનું શુદ્ધ ઘી મળતું નથી. જેમ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એટલે કે, (FSSAI)ના સર્વેમાં વાત સામે આવી હતી કે, અમારા દેશમાં દર ત્રણમાંથી બે લોકો મિશ્રિત દૂધ પીવે છે. તેમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પછી તેમણે લોકોને શુદ્ધ ઘી આપવાનું નક્કી કર્યું. તો અમે તમને જણાવીએ શિલ્પીની સક્સેસ કહાણી.

શિલ્પાનું કહેવું છે કે, તે ઝારખંડના ડેલ્ટોનગંજની રહેવાસી છે. તે બેંગલોરમાં લગભગ 20 ટકા નાનું છે. શિલ્પી પોતાના ઘરમાં દિવસની શરૂઆત એક કપ દૂધથી કરે છે. પણ બેંગ્લોરમાં તેમને શુદ્ધ દૂધ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

શુદ્ધ દૂધની સમસ્યાને લીધે શિલ્પીએ ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું. આ રીતે વર્ષ 2018માં ‘ધ મિલ્ક ઇન્ડિયા કંપની’ની શરૂઆત કરી હતી. આ કંપનીનું ફોકસ 1થી 8 વર્ષના બાળકોને ગાયનું દૂઘ આપવાનું છે. જોકે, ગાયનું દૂધ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યા પહેલાં શિલ્પી કર્ણાટક અને તામિલનાડુના 21 ગામમાં ફરી હતી. ત્યાં તેણે ખેડૂતો સાથે વાત કરી. તેમણે પોતાના સ્ટાર્ટઅપ વિશે જણાવ્યું. આ રીતે તેમણે ખેડૂતોને પોતાની સાથે જોડ્યા હતાં. જોકે, આ બધુ સરળ નહોતું. શિલ્પીએ જણાવ્યું કે, તેમણે સ્થાનિક ખેડૂતો સાથે વાત કરવામાં તકલીફ થતી હતી. કેમ કે, તેમને કન્નડ અથવા તમિલ ભાષા આવડતી નહોતી. પણ તેમને હિંમત હારી નહીં. તે જ્યારે પણ ગામમાં જતી ત્યારે એક અલગ જ વેશભૂષા અપનાવતી હતી.

શિલ્પીએ જણાવ્યું કે, ગામોમાં વિઝિટ દરમિયાન તેમણે જોયું કે ખેડૂત પોતાની ગાયોને ચારો ખવડાવવાની જગ્યાએ રેસ્ટોરાંનું વધેલું ફૂડ ખવડાવતા હતાં. તેમણે ખેડૂતોને ગાયોની સારસંભાળની રીત શીખવાડી હતી.

શિલ્પીએ જણાવ્યું કે, શરૂઆતમાં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમને કામ કરનારા મળતાં નહોતાં. એટલે તે ખુદ રાતે 3 વાગ્યે ડેરી પર જતાં હતાં. પોતાની સુરક્ષા માટે ચાકૂ અને મરચાનો સ્પ્રે પણ રાખતા હતાં. છેલ્લાં 3 વર્ષથી પોતાના પરિવારથી દૂર શિલ્પી કહે છે કે, પોતાનાથી દૂર રહેવું ભાવુક કરે છે, પણ તેમને ખુશી છે કે, તેમનું સ્ટાર્ટઅપ સક્સેસ થઈ ગયું છે. આજે શિલ્પી 50 ખેડૂતો અને 14 મજૂરોનું નેટવર્ક સંભાળી રહી છે. પોતાના કર્મચારીઓને શિલ્પી મિની ફાઉન્ડર્સ કહે છે.

શિલ્પીએ જણાવ્યું છે કે, માત્ર માઉથ પબ્લિસિટીના દમ પર તેમના સ્ટાર્ટઅપથી 500થી વધુ ગ્રાહક જોડાઈ ગયા છે. શિલ્પી ખુશ છે કે, તે એવી માના આશીર્વાદ લઈ રહી છે જેમના બાળકોને શુદ્ધ દૂધ મળતું નથી.